SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ | શ્રી ભગવતી સૂત્ર-૧ | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું લોકનો અંત, અલોકના અંતને સ્પર્શ કરે છે? શું અલોકનો અંત, લોકના અંતને સ્પર્શ કરે છે? ઉત્તર- હે, ગૌતમ ! લોકનો અંત અલોકના અંતને સ્પર્શ કરે છે અને અલોકનો અંત લોકના અંતને સ્પર્શ કરે છે. પ્રશ્ન- હે ભગવન્! તે જે [લોકાત્ત અલોકાત્તને અને અલોકાન્ત લોકાન્તને સ્પર્શ કરે છે, તે શું સ્પષ્ટ છે કે અસ્પષ્ટ છે? ઉત્તર- હે ગૌતમ! નિયમ છ દિશાઓમાં સ્પષ્ટ હોય છે |६ दीवंते भंते ! सागरंतं फुसइ, सागरते वि दीवंतं फुसइ ? हंता जाव णियमा छद्दिसिं फुसइ । एवं एएणं अभिलावेणं- उदगंते पोयतं फुसइ, छिदंते दूसतं, छायंते आयवंतं जाव णियमा छद्दिसिं फुसइ। શબ્દાર્થ :- હીવતે = દીપાત્ત, ૩૯તે = ઉદકાન્ત, જલનો અંતિમ ભાગ, પોતે = પોતાજો, જહાજનો અંતિમ ભાગ, છતે = છિદ્રાન્ત, છેદનો અંતિમ ભાગ, દૂતિ = વસ્ત્રનો અંત, છાયતે = છાયાનો અંત, આવત = આતપનો અંત. ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું દ્વીપનો અંત સમુદ્રના અંતને સ્પર્શ કરે છે? અને સમુદ્રનો અંત દ્વીપના અંતને સ્પર્શ કરે છે? ઉત્તર- હા, ગૌતમ તેમજ નિયમા છ દિશાઓમાં સ્પર્શ કરે છે. પ્રશ્ન- હે ભગવન્! શું આ જ પ્રકારના અભિશાપથી પાણીનો કિનારો પોત–નૌકાને અને નૌકાનો કિનારો પાણીને સ્પર્શ કરે છે? શું છેદનો કિનારો વસ્ત્રને અને વસ્ત્રનો કિનારો છેદને સ્પર્શ કરે છે? શું છાયાનો અંત આતપ-તાપને અને આપનો અંત છાયાને સ્પર્શ કરે છે ? ઉત્તર- હા, ગૌતમ! તેમજ નિયમા છ દિશાઓમાં સ્પર્શ કરે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં લોકાત્ત અલોકાત્ત આદિની સ્પર્શનાનું નિરૂપણ છે. લોક–અલોક :- જ્યાં ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય સ્થિત છે, તે લોક અને જ્યાં કેવળ આકાશદ્રવ્ય જ છે તે અલોક અથવા લોકની બહારના ક્ષેત્રને અલોક કહે છે.
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy