SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન- ૧૦ ૩૧૯ શબ્દ -ધ્વનિના પ્રકાર :| २ दसविहे सद्दे पण्णत्ते, तं जहा णीहारी पिंडिमे लुक्खे, भिण्णे जज्जरिए इ य । दीहे रहस्से पुहत्ते य, काकणी खिखिणिस्सरे ॥१॥ ભાવાર્થ :- શબ્દ-ધ્વનિના દશ પ્રકાર છે, તે આ પ્રમાણે છે (૧) નિહરી- રણકારયુક્ત ઘંટાદિનો ધ્વનિ (૨) પિંડિમ- રણકાર રહિત નગારાદિનો ધ્વનિ (૩) રુક્ષ– કાગડાના અવાજ જેવો કર્કશ ધ્વનિ (૪) ભિન્ન- વસ્તુ તૂટે તેનો ધ્વનિ અથવા રોગથી પીડિત વ્યક્તિનો આર્તધ્વનિ (૫) જર્જરિત- તારવાળા વાજિંત્રોનો ધ્વનિ (૬) દીર્ઘ દૂર સુધી સંભળાય તેવો મેઘગર્જનાદિનો ધ્વનિ (૭) હ્રસ્વ- નજીકથી જ સાંભળી શકાય તેવો વીણાદિનો ધ્વનિ (૮) પૃથકત્વઅનેક વાદ્યોનો ધ્વનિ (૯) કાકણી- કોયલની સમાન સૂક્ષ્મકંઠમાંથી નીકળતો તીણો ધ્વનિ (૧૦) કિંકણી સ્વર- ઘૂઘરીઓના અવાજ જેવો ધ્વનિ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં દશ પ્રકારના ધ્વનિઓનું સૂચન છે. સૂત્રમાં ઘંટાદિના ધ્વનિનું શબ્દરૂપે કથન કર્યુ છે. વિતરે, રહસ્તે, પુદત્તે – (૧) દીર્થ એટલે દીર્ઘવર્ણવાળા શબ્દ અથવા દૂર સુધી સંભળાતા શબ્દ, મોટો અવાજ. (૨) હ્રસ્વવર્ણવાળા શબ્દ અથવા નજીકમાં જ સંભળાતા શબ્દ, નાનો અવાજ. (૩) પુહ7 = આ શબ્દ બહુવચન- અનેકના અર્થમાં પ્રયુક્ત થાય છે, તેથી અહીં અનેક વાદ્યોની ધ્વનિ, તે પ્રમાણે અર્થ થાય છે. દેશ અને સર્વથી ઈન્દ્રિયનું વિષયગ્રહણ:| ३ दस इंदियत्थातीता पण्णत्ता, तं जहा- देसेण वि एगे सद्दाइ सुणिंसु । सव्वेण वि एगे सद्दाइ सुणिंसु । देसेण वि एगे रूवाइं पासिंसु । सव्वेण वि एगे रूवाई पासिंसु । एवं गंधाई रसाइं फासाइं जाव सव्वेण वि एगे फासाइं पडिसंवेदेसु। ભાવાર્થ :- કેટલીક વ્યક્તિઓએ એક દેશથી શબ્દ સાંભળ્યા હતા, કેટલીક વ્યક્તિઓએ સર્વદેશથી શબ્દ સાંભળ્યા હતા. કેટલીક વ્યક્તિઓએ એકદેશથી રૂપ જોયા હતા, કેટલીક વ્યક્તિઓએ સર્વદેશથી રૂપ જોયા હતા. આ રીતે ગંધ, રસ તથા સ્પર્શના વિષયમાં પણ એકદેશથી અને સર્વદેશથી સ્પર્શનું વેદન કર્યુ હતું, ત્યાં સુધીના દસ બોલ જાણવા. | ४ दस इंदियत्था पडुप्पण्णा पण्णत्ता, तं जहा- देसेण वि एगे सहाई सुणेति । सव्वेण वि एगे सद्दाइं सुणेति जाव फासाइं । सव्वेण वि एगे फासाइं पडि- संवेदेति ।
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy