SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઠાણાંગ સૂત્ર–૨ હાથીની જેમ શૂરવીર, વૃષભની જેમ બળવાન, સિંહની જેમ દુર્ઘર-અજેય, પર્વતની જેમ અડોલ, સાગરની જેમ અક્ષુબ્ધ, ચંદ્રની જેમ શીતળ, સૂર્યની જેમ તેજસ્વી, સુવર્ણની જેમ નિર્મળ, પૃથ્વીની જેમ સહિષ્ણુ, આહુતિથી દિપ્ત અગ્નિની જેમ તેજથી દિપ્ત બની વિચરશે. રા ३०८ તે ભગવાન અપ્રતિબદ્ધપણે (અનાસક્તભાવે) વિચરશે. પ્રતિબદ્ધતા(આસક્તિ) ચાર પ્રકારની છે. (૧) અંડજ આસક્તિ– ઈંડાથી ઉત્પન્ન હંસ, મોર વગેરેની આસક્તિ અથવા સૂતરમાંથી જે વસ્ત્ર બને તેને 'અંડજ' કહે છે, તે અંડજ નિર્મિત વસ્ત્ર પ્રત્યેનો મમત્વભાવ (૨) પોતજ આસક્તિ– પોતજ જન્મવાળા હાથી, ગાય પ્રત્યેની આસક્તિ. જોવદ્ ની સંસ્કૃત છાયા પોતા થાય. તેનો અર્થ બાળક અને વસ્ત્ર થાય. બાળક અને વસ્ત્રની આસક્તિ. (૩) અવગ્રહિક આસક્તિ- ઔપગ્રહિક ઉપધિ, પાઢીયારું લઈને કાર્ય પૂર્ણ થતાં ગૃહસ્થને પાછા આપી શકાય તેવા પાટ, પાટલા વગેરે ઉપકરણો પ્રત્યેની આસક્તિ (૪) પ્રગ્રહિક આસક્તિ– સંયમી જીવન માટે આવશ્યક રજોહરણ, પાત્ર વગેરે ઉપકરણો પ્રત્યેની આસક્તિ. વિમલવાહન મુનિ આ ચાર પ્રકારની પ્રતિબદ્ધતાથી રહિત બનશે. જે દિશામાં વિચરવાની ઇચ્છા થશે તે દિશામાં અપ્રતિબદ્ધ બની, ભાવ શુદ્ધિપૂર્વક, અલ્પ ઉપધિપૂર્વક, કોઈપણ પ્રકારની ગ્રંથીથી રહિત થઈ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરશે. | ६३ तस्स णं भगवंतस्स अणुत्तरेणं णाणेणं अणुत्तरेणं दंसणेणं अणुत्तरेणं चरित्तेणं एवं आलएणं विहारेणं अज्जवे मद्दवे लाघवे खंती मुत्ती गुत्ती सच्च-संजम- तवगुण-सुचरिय-सोवचिय-फलपरिणिव्वाण-मग्गेणं अप्पाणं भावेमाणस्स झाणंतरियाए वट्टमाणस्स अणते अणुत्तरे णिव्वाघाए जाव केवलवरणाणदंसणे समुप्पज्जिहिंति । तणं से भगवं अरहा जिणे भविस्सइ, केवली सव्वण्णू सव्वदरिसी सदेवमणुआसुरस्स लोगस्स परियागं जाणइ पासइ, सव्वलोए सव्वजीवाणं- आगई गई ठियं चयणं उववायं तक्कं मणोमाणसियं, भुत्तं कडं पडिसेवियं आवीकम्मं रहोकम्मं अरहा अरहस्स भागी तं तं कालं मणसवयसकाइए जोगे वट्टमाणाणं सव्वलोए सव्वजीवाणं सव्वभावे जाणमाणे पासमाणे विहरइ । तएणं से भगवं तेणं अणुत्तरेणं केवलवरणाणदंसणेणं सदेवमणुआसुर-लोगं अभिसमेच्चा समणाणं णिग्गंथाणं पंच महव्वयाइं सभावणाइं छच्च जीवणिकाय धम्मं देसेमाणे विहरिस्सइ । ભાવાર્થ :- તે વિમલવાહન ભગવાન અનુત્તરજ્ઞાન, અનુત્તરદર્શન, અનુત્તર ચારિત્ર, અનુત્તર આલય, અનુત્તરવિહાર, આર્જવ-સરળતા, મૃદુતા, લઘુતા, ક્ષમા,નિર્લોભતા, ગુપ્તિ, સત્ય, સંયમ, તપ વગેરે ગુણોથી
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy