SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ स्थान-८ | 30७ | |६१ से णं भगवं जं चेव दिवसं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वयाहिइ तं चेव दिवसं अयमेयारूवं अभिग्गहं अभिगिण्हिइ- साइरेगाई दुवालस्सवासाई णिच्चं वोसट्ठकाए चियत्तदेहे जे केइ उवसग्गा उप्पज्जिहिंति तं जहा- दिव्वा वा माणुसा वा तिरिक्खजोणिया वा ते उप्पण्णे सम्मं सहिस्सामि, खमिस्सामि, तितिक्खिस्सामि, अहियासिस्सामि । तए णं से भगवं ईरियासमिए, भासासमिए जाव गुत्तबंभयारी, अममे, अकिंचणे, छिण्णगंथे, णिरुवलेवे कंसपाए इव मुक्कतोएजहा भावणाए जाव सुहुयहुयासणे इव तेयसा जलते ।। ભાવાર્થ :- તે મહાપા ભગવાન જે દિવસે પ્રવ્રજિત થશે તે દિવસે જ આ પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરશે કે હું સાતિરેક બાર વર્ષ સુધી શરીરને સંસ્કારિત કરવાનો ત્યાગ કરી, દેહના મમત્વનો ત્યાગ કરી, દેવ, મનુષ્ય અને તિર્યંચ કત જે કોઈ ઉપસર્ગો આવશે તેને સહન કરીશ, ઉપસર્ગ કરનાર પ્રત્યે ક્ષમા ભાવ રાખીશ, ક્રોધ કરીશ નહીં ઉપસર્ગ સમયે દીન બનીશ નહીં, અવિચળભાવે તે ઉપસર્ગો સહન કરીશ. તે મહાપદ્મ ભગવાન ઈર્યાસમિતિ, ભાષાસમિતિ વગેરે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, ગુખેન્દ્રિય ગુપ્ત બ્રહ્મચારી, મમત્વરહિત, ધર્મોપકરણ સિવાયની સામગ્રીથી રહિત, દ્રવ્ય-ભાવ ગ્રંથીઓથી રહિત, રાગાદિના લેપ રહિત થશે. તેઓ કાંસાના પાત્ર જેવા લેપ રહિત બનશે. જેમ શ્રી આચારાંગ સૂત્રના ‘ભાવના” નામના અધ્યયનમાં છે તે પ્રમાણે (પ્રશ્નવ્યાકરણ સૂત્ર પાંચમા સંવર દ્વારના મહાવ્રતના વર્ણન પ્રમાણે) કાવત આતિથી પ્રદીપ્ત અગ્નિની જેમ તેજથી દેદીપ્યમાન બનશે. कंसे संखे जीवे, गगणे वाए य सारए सलिले । पुक्खरपत्ते कुम्मे, विहगे खग्गे य भारंडे ॥१॥ कुंजर वसहे सीहे, णगराया चेव सागरमखोभे । चंदे सूरे कणगे, वसुंधरा चेव सुहुयहुए ॥२॥ णत्थि णं तस भगवंतस्स कत्थइ पडिबंधे भवइ, से य पडिबंधे चउव्विहे पण्णत्ते तं जहा- अंडए वा पोयए वा उग्गहेइ वा पग्गहिएइ वा जणं जण्णं दिसं इच्छइ तण्णं तण्णं दिसं अपडिबद्धे सुचिभूए लहुभूए अप्पगंथे संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरिस्सइ । ભાવાર્થ:- કાંસાના પાત્રની જેમ નિર્લેપ, શંખની જેમ નીરંગ, જીવની જેમ અપ્રતિહત, આકાશની જેમ નિરાલંબી, વાયુની જેમ અપ્રતિબંધ, નિર્મળ પાણીની જેમ અકલુષિત મનવાળા, કમળ પત્રની જેમ અલિપ્ત, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય, પક્ષીની જેમ મુક્ત, ગેંડાની જેમ એકાકી, ભાખંડ પક્ષીની જેમ અપ્રમત્ત બની તે મહાપદ્મ મુનિ વિચરશે. ll૧/l. ६२
SR No.008756
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages474
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy