SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૧ : પુંડરીક ક્લેશોપશમરૂપ શાંતિ, પ્રાણાતિપાતાદિ પાપસ્થાનથી નિવૃત્તિ રૂપ વિરતિ, કષાયોના શમનરૂપ ઉપશમ, સમસ્ત દુઃખોથી મુક્તિરૂપ નિર્વાણ, મનની શુદ્ધિ રૂપ શૌચ, સરળતા, કોમળતા, લઘુતા, નિષ્પરિગ્રહતા તથા સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વના કલ્યાણનો વિચાર કરીને અહિંસા પ્રધાન ધર્મ કહે ઉપદેશ આપે. ६४ से भिक्खू धम्मं किट्टमाणे णो अण्णस्स हेठं धम्मं आइक्खेज्जा, णो पाणस्स हे धम्मं आइक्खेज्जा, णो वत्थस्स हेउं धम्मं आइक्खेज्जा, णो लेणस्स हेउ धम्मं आइक्खेज्जा, णो सयणस्स हेउं धम्मं आइक्खेज्जा, जो अण्णेसिं विरूवरूवाणं कामभोगाणं हेडं धम्ममाइक्खेज्जा, अगिलाए धम्ममाइक्खेज्जा, गण्णत्थ कम्मणिज्जरट्ठयाए धम्मं आइक्खेज्जा । શબ્દાર્થ:- આશ્લેખ્ખા = કહે મભિન્નદયાQ = કર્મ નિર્જરા માટે. ભાવાર્થ :- ધર્મનો ઉપદેશ આપતા તે સાધુ આહાર પ્રાપ્તિ માટે, પાણીની પ્રાપ્તિ માટે, વસ્ત્ર પ્રાપ્તિ માટે, મકાન કે શય્યા પ્રાપ્તિ માટે તથા વિવિધ પ્રકારના ઇન્દ્રિય વિષયોની પ્રાપ્તિ માટે ધર્મ કથા ન કરે. અગ્લાનભાવે કર્મની નિર્જરાના ઉદ્દેશ સિવાય અન્ય કોઈ પણ ફળની આકાંક્ષાથી ધર્મોપદેશ ન કરે. = ६५ इह खलु तस्स भिक्खुस्स अंतियं धम्मं सोच्चा णिसम्म उट्ठाय वीरा अस्सि धम्मे समुट्ठिया, जे तस्स भिक्खुस्स अंतियं धम्मं सोच्चा णिसम्म सम्मं उट्ठाणेणं उट्ठाय वीरा अस्सि धम्मे समुट्ठिया, ते एवं सव्वोवगया, ते एवं सव्वोवरया, ते एवं सव्वोवसंता, ते एवं सव्वत्ताए परिणिव्वुडे त्ति बेमि । ૪૧ શબ્દાર્થ:- સવ્યોવનવા = સર્વોપગત, સમ્યગ્દર્શનાદિ મોક્ષ પ્રાપ્તિના સર્વ કારણોને પ્રાપ્ત કરીને સ∞ોવયા = સર્વાત્મના ઉપરત. ભાવાર્થ :- આ જગતમાં તે ભિક્ષુ પાસેથી ધર્મ સાંભળીને, તેના પર વિચાર કરીને વીર પુરુષ જ આ આર્હત ધર્મમાં ઉપસ્થિત—દીક્ષિત થાય છે. જે વીર સાધક તે ભિક્ષુ પાસેથી ધર્મને સાંભળીને, સમજીને સમ્યક પ્રકારે મુનિધર્મનું આચરણ કરવા માટે ઉઘત થઈને આ આર્હત ધર્મમાં દીક્ષિત થાય છે, તે સમ્યગ્દર્શનાદિ સમસ્ત મોક્ષ કારણોની નિકટ પહોંચી જાય છે, સમસ્ત પાપ સ્થાનોથી ઉપરત થઈ જાય છે, તે સર્વ કષાયોથી ઉપશાંત થઈ જાય છે, તેમજ તે સમસ્ત કર્મોનો ક્ષય કરીને પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે. ६६ एवं से भिक्खु धम्मट्ठी धम्मविऊ णियागपडिवण्णे, से जहेयं बुइयं, अदुवा पत्ते पउमवरपोंडरीयं अदुवा अपत्ते पउमवरपोंडरीयं । ભાવાર્થ:- આ રીતે પૂર્વોક્ત વિશેષણયુક્ત તે ભિક્ષુ ધર્માર્થી—શ્રુત અને ચારિત્રધર્મની જ ઇચ્છા રાખનારા, ધર્મના જ્ઞાતા હોય છે અને તે સંયમ કે મોક્ષને પ્રાપ્ત કરે છે. આવા ભિક્ષુ, પૂર્વોક્ત પુરુષોમાંથી પાંચમા પુરુષની સમાન છે. તે ભિક્ષુ શ્રેષ્ઠ પુંડરીક સમ નિર્વાણને પ્રાપ્ત કરે છે. તે નિવાર્ણને પ્રાપ્ત ન કરે તો પણ તે સર્વશ્રેષ્ઠ પુરુષ છે. Jain Education International ६७ एवं से भिक्खू परिण्णायकम्मे परिण्णायसंगे परिण्णायगिहवासे उवसंते समिए सहिए सया जए । से एयं वयणिज्जे तं जहा- समणे ति वा माहणे ति For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy