SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦ ] શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ). परणिट्ठियं उग्गमुप्पायणेसणासुद्धं सत्थाईयं सत्थपरिणामियं अविहिंसियं एसियं वेसियं सामुदाणियं [पण्णमसणं] छण्णमण्णं कारणट्ठा पमाणजुत्तं अक्खोवंजण वणलेवणभूयं संजमजायामायावत्तियं बिलमिव पण्णगभूएणं अप्पाणेणं आहारं आहारेज्जा, तं जहा- अण्णं अण्णकाले, पाणं पाणकाले, वत्थं वत्थकाले, लेणं लेणकाले, सयणं सयणकाले । શબ્દાર્થ:- માણસા = અતિથિને માટે સામાસા = સાંજના ભોજન માટે પાયાના = પ્રાતઃકાળ સવારના નાસ્તા માટે બનાવેલું જયિંત્ર બનાવેલું વિહિંસિકં = નિર્જીવ સિય = એષણાથી પ્રાપ્ત વસિય = સાધુવેશને કારણે મળેલું મુકાયું = માધુકરી (ભિક્ષા) વૃત્તિથી મળેલું છvમvu @TRUટ્ટછ કારણોમાંથી કોઈ પણ કારણથી અવોર્વનન = ગાડાના પૈડાની ધરીને તેલ ઉંજવા સમાન વખતેવાપૂર્વ = વ્રણ (ઘાવ) પર લેપ લગાડવા સમાન, વિનવઘણ ભૂખ = બિલ(દર)માં પ્રવેશ કરતા સાપની સમાન, ધમૅ = ધર્મને. ભાવાર્થ :- જો સાધુ આ પ્રમાણે જાણે કે ગૃહસ્થ બીજા માટે આહાર બનાવ્યો છે, જેમ કે– ગૃહસ્થ પોતાનાં પુત્રો, પુત્રીઓ, પુત્રવધૂઓ, ધાત્રીઓ, જ્ઞાતિજનો, સ્વજનો, રાજપુરુષો, દાસ, દાસી, કર્મચારી–નોકર, નોકરાણી તથા અતિથિ કે કોઈ બીજા સ્થાને મોકલવા માટે, સાંજના ભોજન માટે અથવા પ્રાતઃકાલના નાસ્તા માટે કે અન્ય પણ કોઈ મનુષ્યોના નિમિત્તે આ આહાર બનાવ્યો છે, રાખી મૂક્યો છે. સાધુ બીજા દ્વારા બીજા માટે બનાવેલા તે આહારને પણ ઉગમ, ઉત્પાદનો અને એષણા દોષથી રહિત, શુદ્ધ અને અગ્નિ આદિ શસ્ત્ર દ્વારા પરિણત થવાથી પ્રાસુક–અચેત હોય ત્યારે તેને અહિંસક વૃત્તિથી અર્થાત્ ઈસમિતિ યુક્ત ચાલીને, ભિક્ષાવૃત્તિથી પ્રાપ્ત, સાધુના વેશની મર્યાદાથી પ્રાપ્ત, સામુદાનિક ભિક્ષાથી પ્રાપ્ત, વૈયાવૃત્ય આદિ છ કારણોમાંથી કોઈ પણ કારણથી, પ્રમાણોપેત આહાર ગ્રહણ કરે. ગાડી ચલાવવા માટે તેની ધરીમાં નાંખવામાં આવતા તેલ તથા ઘા પર લગાવેલા મલમની જેમ કેવળ સંયમયાત્રાના નિર્વાહ અર્થે ગ્રાહ્ય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચતુર્વિધ આહારનું દરમાં પ્રવેશ કરતાં સાપની જેમ સ્વાદ માણ્યા વગર જ અસ્વાદ ભાવે સેવન કરે, તે ભિક્ષુ અન્નકાળમાં આહારનું પાનકાળમાં પાણીનું વસ્ત્ર પરિધાન કાળમાં વસ્ત્રનું, મકાનમાં પ્રવેશ કે નિવાસના સમયે મકાનનું, શયનકાળમાં શય્યાનું ગ્રહણ કરીને, તેનો ઉપયોગ કરે છે. ६३ से भिक्खू मायण्णे अण्णयरिं दिसंवा अणुदिसंवा पडिवण्णे धम्म आइक्खे, विभए, किट्टे; उवट्ठिएसु वा अणुवट्ठिएसु वा सुस्सूसमाणेसु पवेयए । संतिं विरतिं उवसम णिव्वाणं सोयविय अज्जवियं मद्दवियं लाघवियं अणइवाइयं सव्वेसिं पाणाणं सव्वसिं भूयाणं सव्वेसिं जीवाणं सव्वेसिं सत्ताणं अणुवीइ किट्टए धम्म। ભાવાર્થ:- તે ભિક્ષુ આહાર, ઉપધિ, શયન, સ્વાધ્યાય, ધ્યાન આદિ પ્રત્યેક સાધુ ચર્યાની માત્રા તેમજ વિધિના જ્ઞાતા થઈને દિશા કે અનુદિશામાં વિચરતાં ધર્મનો ઉપદેશ આપે, સાવધ-નિરવનો વિભાગ કરીને પ્રતિપાદન કરે, ધર્મના ફળનું કથન કરે. ધર્મમાં ઉપસ્થિત કે અનુપસ્થિત અર્થાતુ ધર્મમાં જોડાયેલા કે નહીં જોડાયેલા કોઈ પણ સાંભળવા માટે ઉપસ્થિત થયેલા શ્રોતાઓના કલ્યાણ માટે ધર્મનું પ્રતિપાદન કરે. ભિક્ષ પ્રસંગોનુસાર આ વિષયોમાંથી કોઈ વિષય પર ઉપદેશ આપે જેમ કે– સમસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy