SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ | શસ્ત્ર પરિશા અધ્ય-૧, ઉ: ૧ વિવેચન : આ સુત્રોમાં ચર્મચક્ષુથી પરોક્ષ એવા આત્મતત્ત્વને જાણવાનાં ત્રણ સાધન કહ્યાં છે– (૧) સ્વમતિપૂર્વજન્મનાં સ્મરણરૂપ જાતિસ્મરણજ્ઞાન તથા અવધિજ્ઞાનાદિ વિશિષ્ટજ્ઞાન થવાથી. (૨) તીર્થકરના ઉપદેશથી–તીર્થકર, કેવળી આદિનાં પ્રવચન સાંભળીને. (૩) વિશિષ્ટ જ્ઞાનીના ઉપદેશથી– તીર્થકરોનાં પ્રવચનાનુસાર ઉપદેશ આપનાર વિશિષ્ટ જ્ઞાની પાસેથી ઉપદેશાદિ સાંભળીને. આ દર્શાવેલાં કારણોમાંથી કોઇપણ કારણથી પૂર્વજન્મ સંબંધી જ્ઞાન થઇ શકે છે. પૂર્વાદિદિશાઓમાં જે ગમનાગમન કરે છે, તે આત્મા હું જ છું. તેવો નિશ્ચય થઇ જાય છે. પહેલા સૂત્રમાં જે અહં આપી? હું કોણ હતો? એ પદ આત્મવિષયક જિજ્ઞાસાની જાગૃતિનું સૂચક છે. બીજા સૂત્રમાં સોડ૬ 'તે હું છું.' આ પદ જિજ્ઞાસાનું સમાધાન છે, આમાં આત્મવાદી શ્રદ્ધાનો સ્વીકાર છે. કોઇ વિદ્વાન આગમમાં આવેલા સોદૃ પદની, ઉપનિષદોના તોડ૬પદ સાથે તુલના કરે છે પરંતુ વિચાર કરતાં આ બંને શબ્દોમાં શાબ્દિક સમાનતા હોવા છતાં પ્રાસંગિક દષ્ટિએ અર્થમાં ભિન્નતા છે. પ્રસ્તુત પ્રસંગમાં જે ડરું શબ્દ છે તે ભવાન્તરમાં ભ્રમણ કરનાર આત્માની પ્રતીતિ કરાવે છે. જ્યારે ઉપનિષદમાં સોદૃશબ્દ છે તે આત્મા અને પરમાત્માની સમાન અનુભૂતિ માટે છે. જેમ કે–સોદક્ષિ , સ વાદસિ -છા. ઉપનિષદ ૪/૧૧/૧ આદિ. મનુષ્ય આત્મવાદી ત્યારે જ કહેવાય કે જ્યારે તેને પરિણામી તેમજ શાશ્વત એવા આત્મામાં વિશ્વાસ હોય. આત્માને માનનારા આત્મવાદીઓ લોકનો પણ સ્વીકાર કરે છે કારણ કે આત્માનું પરિભ્રમણ ત્રણે લોકમાં થાય છે. આત્માનું પરિભ્રમણ લોકમાં કર્મના કારણે થાય છે તેથી લોકને માનનારા કર્મને પણ માનશે. કર્મબંધનું કારણ છે ક્રિયા અર્થાત્ શુભાશુભ યોગોની પ્રવૃત્તિ. આ રીતે આત્માનું સમ્યક્ પરિજ્ઞાન થઇ જવાથી લોકનું, કર્મનું, ક્રિયાનું પરિજ્ઞાન પણ થઇ જાય છે તેથી તે આત્મવાદી, લોકવાદી, કર્મવાદી અને ક્રિયાવાદી પણ છે. આ પ્રમાણે આત્મા, લોક, કર્મ અને ક્રિયાનાં સ્વરૂપને અને આત્મા તથા લોકના અસ્તિત્વને સમજીને, સ્વીકાર કરનારા જ વાસ્તવમાં આત્મવાદી, આત્મવેત્તા, આત્મસ્વીકારકર્તા અને સમ્યગ્દષ્ટિ છે. આત્મબોધ થયા પછી જ અહિંસા કે સંયમની સાધના થઇ શકે છે. અહિંસાનો આધાર આત્મા છે. અહિંસાની પૃષ્ઠભૂમિના રૂપે આ સૂત્રમાં આત્માનું વર્ણન કર્યું છે. કર્યજનક સત્યાવીસ ક્રિયાઓ :| ३ अकरिस्सं च हं, कारवेसुं च हं, करओ यावि समणुण्णे भविस्सामि । एयावति सव्वावति लोगसि कम्मसमारंभा परिजाणियव्वा भवति । શબ્દાર્થ -- હું, મેં, અવસિં = કર્યું, વારલું = કરાવું છું, ર = કરતાને, યજુવે- પણ, સમy = અનુમોદના, વિસામ= કરીશ, પથાવતિ= એટલા જ, સવ્વાવતિ સંપૂર્ણ, નોટિસ = લોકમાં, વમસમારંભ = કર્મસમારંભ, પરિણાગિયગ્ગા = જાણવા યોગ્ય, મવતિ = હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy