SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ વનસ્પતિની ૪ દિશાઓ– (૧) અગ્રબીજ (૨) મૂળબીજ (૩) સ્કન્ધબીજ (૪) પર્વબીજ. આ ૧૬ તથા દેવ અને નારકી, આ રીતે ૧૮ ભાવદિશાઓ છે. એ અઢાર ભેદ પણ અપેક્ષાથી એટલે કે સંખ્યા મેળવવાના લક્ષ્યથી કહેલ છે. શ્રી દશવૈકાલિકસૂત્રમાં વનસ્પતિના છ ભેદનું કથન છે. તેમાં સૂત્રોક્ત ચાર ભેદ સહિત વીયરૂહા અને સમુઘ્ધિમાનું કથન છે. બીજથી ઉત્પન્ન થનારી વનસ્પતિને વીયરૂહા અને સમૂર્છિમ—સ્વયં ઉત્પન્ન થનારી વનસ્પતિ. તે વનસ્પતિ જ લોકમાં વધારે હોય છે. આત્મ અસ્તિત્વનો બોધ : ૪ २ से जं पुण जाणेज्जा सहसम्मइयाए परवागरणेणं अण्णेसिं वा अंतिए सोच्चा, तं जहा - पुरत्थिमाओ वा दिसाओ आगओ अहमंसि जाव अण्णयरीओ दिसाओ वा अणुदिसाओ वा आगओ अहमंसि । एवमेगेसिं जं णायं भवइ अत्थि मे आया उववाइए, जो इमाओ दिसाओ वा अणुदिसाओ वा अणुसंचरइ, सव्वाओ दिसाओ सव्वाओ अणुदिसाओ जो आगओ अणुसंचरइ, सोऽहं । से आयावाई लोयावाई कम्मावाई किरियावाई । I શબ્દાર્થ :- તે = તે પરુષ, f = જેને, સહસમ્માણ્ = પોતાની બુદ્ધિથી, પરવારને ખં તીર્થંકરાદિના ઉપદેશથી, અબ્જેÄિ = બીજાની, અંતિર્ = પાસેથી, સોા = સાંભળીને, પુળ = ફરી, નાળેખ્ખા = જાણી લે છે, તેના = જેમકે. = == q= = આ પ્રમાણે, લિ = કોઈ જીવોને, ખાય મવદ્ = જ્ઞાન થાય છે, Ē = કે, મે આયા = મારો આત્મા, સવવા-વિવિધ ગતિમાં ભ્રમણ કરનાર, અસ્થિ = છે, ગો-જે આત્મા, માગો =આ, અશુસંવર - સંસારમાં પરિભ્રમણ કરે છે, સબ્બાઓ વિસામો - સર્વદિશાઓમાંથી, સબ્બાઓ અણુવિસામો - સર્વ અનુદિશાઓમાંથી, નો-જે, આનો=આવીને, અણુસંવર= પરિભ્રમણ કરે છે, સોહૈં = તે આત્મા હું છું, આયાવાડ્= આત્મવાદી, તોયાવાર્ફ - લોકવાદી, જન્માવાડું- કર્મવાદી, જિરિયાવા=ક્રિયાવાદી છે. = ભાવાર્થ : – કોઇ પ્રાણી પોતાની સ્વમતિ એટલે કે પૂર્વજન્મના સ્મરણથી અથવા તીર્થંકરાદિ પ્રત્યક્ષ જ્ઞાનીઓનાં વચનથી અથવા અન્ય વિશિષ્ટ શ્રુતજ્ઞાનીઓની પાસેથી ઉપદેશ સાંભળીને જાણી લે છે કે– હું પૂર્વ દિશામાંથી આવ્યો છું યાવત્ અન્ય કોઇ દિશાઓમાંથી અથવા તો વિદિશાઓમાંથી આવ્યો છું. કોઇ વ્યક્તિને એવું જાણપણું થાય છે કે– ભવાન્તરમાં મારો આત્મા પરિભ્રમણ કરનારો છે, આ દિશાઓ અને અનુદિશાઓમાં કર્માનુસાર જે પરિભ્રમણ કરે છે, ગમનાગમન કરે છે તે હું છું, આત્મા છું. ગમનાગમન કરનારા નિત્ય પરિણામી આત્માને જે જાણી લે છે તે આત્મવાદી, લોકવાદી, કર્મવાદી તેમજ ક્રિયાવાદી છે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy