SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ | ૪૦૮ | શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ ભૂમિકાએ રહેલા સાધકોના મંડળરૂપે નિર્માય છે, નિર્માયા હોય છે, કેનિર્માયા હોવા ઘટે. કારણ કે મંડળનો હેતુ ભેદ પાડવાનો નહિ પણ સમતાથી સહકાર સાધવાનો હોય છે. એક સ્થળ કે એક ભૂમિકા સૌને લાગુ ન પડે, એટલે ભિન્નભિન્નદષ્ટિબિંદુએ ભિન્નભિન્નદેશકાળને અનુલક્ષીને મંડળ યોજાય છે અને એથી જે સાધક જ્યાં એ યોજાયો હોય ત્યાંથી તે ધારે તો પોતાનો વિકાસ સાધી શકે છે અને એમ કરવું એને માટે વધુ સરળ અને ઉચિત હોવું ઘટે. બાકી આ ધર્મ સારો છે કે આ બૂરો છે એ માત્ર દષ્ટિભેદ છે. અપેક્ષાવાદની દષ્ટિએ બધા ધર્મો, મતો કે સંપ્રદાયોને નિરખતાં શીખવું એ જ સાચા કે ઊંચા ધર્મનું રહસ્ય છે. પણ એ હેતુ ભૂલી જઈ મારો જ ધર્મ ઊંચો છે અથવા હું જ ઊંચો છું, હું જ જ્ઞાની છું, હું જ ચારિત્રવાન છું, મારી જ ઉચ્ચ જ્ઞાતિ કે ઉચ્ચસમાજ છે, આવું આવું એક યા બીજા પ્રકારનું મિથ્યાભિમાન સાધકદશામાં ગયા પછી પણ જે સાધકોમાં રહી જાય છે, એ સાધકોની સ્થિતિને સૂત્રકારે ઉપરની બધી સ્થિતિઓમાં અધમ વર્ણવી છે. બીજા પતનોમાં કયાંય જન્મોજન્મ સુધી સંસારનું પરિભ્રમણ કહ્યું નથી, પણ એ અહીં કહ્યું છે. અનુભવથી પણ આટલું તો સમજાય તેવું છે કે પોતાની કે બીજાની દષ્ટિએ બીજાં પતનો પતનરૂપે દેખાય છે. આ પતન છેવટ સુધી પતનરૂપે પોતાના કે બીજાને દેખાતું નથી અને એથી જ એ વધુ ભયંકર છે. એક વ્યક્તિને એક ધર્મમાંથી ખેંચી પરાણે બીજા ધર્મમાં લાવવો અને વાણીથી, પ્રલોભનથી શક્ય ન બને તો બળાત્કારથીયે લાવવો અને છતાં એ પાપક્રિયા નથી પણ ધર્મ છે, ધર્મ ખાતર હિંસા પણ ક્ષમ્ય છે, એવા એવા ઉપદેશો આપી ઝનુનનો પ્રચાર કરવો, ધર્મને નામે રક્તની નદીઓ વહેવડાવવી, માનવ માનવ વચ્ચેની સહજ પ્રેમાળ વૃત્તિમાં ઝેર રેડી એમની વચ્ચે ભેદોની દીવાલો ખડી કરવી, માણસાઈવિસરાવવી અને માનવસભ્યતા ભૂલવી, એ બધાનું મૂળ કારણ ઝનૂનભરી ધર્મની આપણી વૃત્તિ છે એમ કહ્યા વિના કેમ ચાલશે ? બાકી હિંસ પશુઓ પણ પોતપોતાની જાતિ પ્રત્યે માયાળુ હોય છે, તો માનવ માનવ વચ્ચે આવી 'માણસ ગંધાય, માણસ ખાઉં ' જેવી વૃત્તિ હોય, એ માનવસંસ્કૃતિને વિઘાતક જ છે. આ વૃત્તિને પોષવામાં વિશ્વના અકલ્યાણની અનિષ્ટતાનો સંભવ છે. આથી જ સૂત્રકાર "ધર્મનું રહસ્ય યથાર્થ જાણો" એમ કહીને એમ સ્પષ્ટ કર્થ છે કે એવી વૃત્તિ મહાન હાનિકર છે. તેમાં ધર્મ નથી, પણ ધર્મને નામે આવેલો ધર્મનો વિકાર છે. માન્યતાઓ, મત કે ધર્મનો આગ્રહ, હું ઊંચ અને બીજા નીચ એવા જ કોઈ મિથ્યાભિમાનથી જાગે છે અને એ મિથ્યાભિમાનને લઈને જ આત્મશ્રદ્ધા હણાય છે. ઝનૂન પોષાય છે, તેમજ બીજા પ્રત્યે ધૃણા અને તિરસ્કાર પણ જાગે છે. કેટલીક વાર તો આવા ઝનૂની માનવોની હિંસાભાવના એટલી તો બળવત્તર બને છે કે જો તેઓનું ચાલતું હોય તો આખા જગતને હણીને પણ પોતાનું મહત્ત્વ સ્થાપે અને તેમના વાસનામય જગતમાં તો તેઓ જગતને હણી જ રહ્યા હોય છે. અહીં માનવતા નથી, તો પછી સંયમ કે જ્ઞાન શાનું સંભવે? આથી જ્ઞાની પુરુષો આવા સાધકોને ઠેકાણે લાવવા કેવી જાતનો પ્રયત્ન કરે છે તે આવતા સૂત્રમાં સૂત્રકાર વર્ણવવા માગે છે. (ઉદ્દેશક ૪, સૂત્ર ૭) સાધનાની વિકટ કેડી પરથી અનેક સાધકોના પગ લપસવાનું બને છે. કોઈના અલ્પ અને કોઈના વધુ પતનનું મૂળ કારણ તો કલ્પના અને અનુભવ વચ્ચેના ભેદની અણસમજણ જ મુખ્યત્વે હોય છે. જે સાધક વિચારોને જીવનમાં વણીને જ પછી આગળની કલ્પના કરે છે, તે ક્રમપૂર્વક આગળ વધે છે. પણ જે કલ્પનાના ઘોડાને દોડાવ્યે રાખે છે અને એ ક્રિયાને પોતાના જીવન પર અંકિત અને અનુભૂત કરતો નથી, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy