SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારની આવી આરાધનાથી વાસના વિકારો, રાગ-દ્વેષ, બાહ્યભાવ, અસંયમ અને આહારાદિ સંજ્ઞાઓ પાતળી પડી. જતી હોય, અને અરિહંતદેવ અને એમના અતુલ અનુપમ શાસન પર હૈયું ઓવારી જતું હોય, તો આ જીવનમાં બીજું જોઇએ પણ શું ? ૫-૭ વરસની આ આરાધનાથી આ ફળ જોતાં મને તો એમ થાય છે કે માત્ર રાતે નહિ કિન્તુ ચોવીસે કલાક અમૂક વરસ માત્ર સાધુચર્યા સાથે બધો જ સમય પ્રાણાયામની ધારે નવકા૨ની આ આરાધનામાં લીન થઇ જાઉં. મુનિશ્રીની આ સ્વાનુભવની હકીકત સાંભળી મેં પૂછ્યું ‘તમારું ધ્યાન નવકારને બદલે પ્રાણાયામ પર વિશેષ નથી જતું ?’ એ કહે, ‘ના વિશેષ તો નવકારના અક્ષર પર જ ધ્યાન રહે છે, ને તેથી જ મને આ બધા લાભ થયા હોવાનું માનું છું.’ ત્યારે સાંભળીને મને લાગ્યું કે ‘તો પછી આમાં દ્રવ્ય પ્રાણાયામ કરતાં ભાવ પ્રાણાયામની સાધના જ મુખ્ય બની છે.’ પછી એમને, પૂછવામાં આવતાં, પ્રાશાયમ સાથે નવકાર સ્મરણની જે પ્રક્રિયા બતાવી તેનો સાર આ પ્રમાણે છે ઃ પહેલાં શ્વાસોચ્છવાસની ગતિ વ્યવસ્થિત કરવા માટે જ્યાં કાન પર બીજા અવાજ ન આવે એવા સ્થાને આંખ ધ્યાનસ્થ રાખીને ટટાર બેસી, હાથ જોડીને એકદમ ઝપાટાબંધ શ્વાસ બહાર કાઢવો અને તરત પાછો શ્વાસ અંદર ખેંચવો એવું ૫૭ વાર કરવું. પછી વ્યવસ્થિત રીતે શ્વાસ અને ઉંચકવા ધીમે ધીમે ચાલશે. એ પછી ધ્યાનસ્થ આંખથી અંદરમાં નાભિ યા હૃદય પર નજર કરવી, અને નાભિ કે હૃદયને ઘેરા લીલા રંગના કમળ જેવું દેખવું. એમાં વચ્ચે કર્ણિકા, અને એની આસપાસ ૪ દિશા અને ૪ વિદિશા (ખૂણા)માં એમ ૮ પાંખડી જોવી. હવે આ નવ સ્થાનમાં નવકારના નવ પદનો એકેક અક્ષર અનુક્રમથી ઉપસાવવાનો છે. પેલા ઘેરા લીલા કમળમાં આ અક્ષર સળગતી ટ્યુબલાઇટ આ ચમકદાર મોતીની જેમ ચમકતા સફેદ ઉપસાવવાના તે આ રીતે પહેલાં શ્વાસ એકી સાથે જોસથી બહાર કાઢી નાખી પછી શ્વાસ અંદર લેતાં, પહેલાં કર્ણિકામાં 'નમો અરિહંતાĪ' પદના અક્ષર પછી અક્ષર શ્વાસની ધારા સાથે ઉપસાવવાના. અર્થાત્ શ્વાસ ધીરે ધીરે લેવાનું ચાલુ રાખી ‘ન....મો....અ....રિ...હું....તા....ણું' ધારવું. આ એટલા સમય સુધી કે શ્વાસ લેવાનું ચાલુ છે. તે છેલ્લો ‘છો’ અક્ષર ધરાય ત્યાં શ્વાસ લેવાનો પૂરો થાય. કદાચ ‘શં’ બોલ્યા પછી શ્વાસ હજી સહેલાઇથી વધુ લઇ શકાય તો 'તું' નો ટંકાર એટલો લંબાવવો. અક્ષરની ધારણા એ રીતે. કે વચલી કર્ણિકામાં ક્રમસર એકેક સફેદ અક્ષર જાણે અંદર છૂપાયેલો અદ્રશ્ય હતો, તે હવે ઉપસતો આવે ને દ્રશ્ય બને. એ વખતે કમળની આઠે પાંખડીઓ કોરી ઘેરી લીલી પડી હોય. એ પછી તરત જ શ્વાસ ધીરે ધીરે બહાર કાઢતાં ઉપરની પાંખડીમાં ‘ન....મો....સિ....હા....કોં’ એમ અક્ષર ક્રમશઃ ઉંપરાતા આવે. આ અક્ષરો ઉપસાઇ જાય અને શ્વાસ બહાર કાઢવાનું પુરું થાય. કદાચ અક્ષર વહેલા પૂરા થઇ જાય તો છેલ્લા ‘ાં' પર ઠહેરી શ્વાસ કાઢવાનું પુરું કરાય, પણ તે ચાલુ ગતિએ જ શ્વાસને બહાર નીકળવા દેવાનો. એ પછી તરત જ જમણી બાજુની વચલી પાંખડી પર નજર લઇ જઇ શ્વાસ અંદર લેવાનું શરૂ કરાય, અને સાથે ક્રમશઃ ન....મો.... ........રિયા....ણાં' અક્ષર એક પછી એક ઉપસતા આવે. પછી શ્વાસ મૂકતા જતાં ચોથા પદનો ક્રમસર એકેક અક્ષર જોવાનો. એવું સિદ્ધચક્રના ગટાના ક્રમે કમળની બાકીની પાંખડીઓમાં અક્ષર ધારણા કરવી. આ રીતે એક પદ શ્વાસ લેતાં, ને એક પદ શ્વાસ મૂકતાં ધરાય. એમાં ય દરેક પદનો એકેક અક્ષર ક્રમસર ઉપસતો જોવાનો, ને દરેક શ્વાસ કે ઉચ્છવાસનું કાર્ય તે તે પદના છેલ્લા અક્ષરે પૂર્ણ થાય. એમ એક નવકા૨ પૂર્ણ થયે તરત જ બીજો નવકા૨, એ પૂર્ણ થયે તરત જ ત્રીજો નવકાર...એમાં રોજ અભ્યાસ વધતાં શ્વાસ ઉચ્છવાસની ગતિ ધીમી ધીમી થતી આવે, મુનિશ્રી કહે-એમ અભ્યાસ વધતાં આજે મને ૧૨ નવકા૨ પૂર્ણ કરતાં બાવન મિનિટ શ્રી વસતજી કેશવજી ગાલા (કચ્છ દેશલપર-મલાડ) હસ્તેઃ વર્ષા ભરત ગાલા ૬૫
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy