SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ નવકાર-અક્ષરધ્યાનની એક અનુભવસિદ્ધ પ્રયોગ પૂ.આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ આત્મહિતની વસ્તુ છે, એમાં શુદ્ધ હૃદયે લીન બનવામાં આંતરભાવ સધાય છે. કાનપુરથી ગુજરાત તરફના વિહારમાં એક યુવાન મુનિ મળ્યા. એ પૂછે છે કે ‘પ્રાણાયામ સાથે નવકારની રટણા થઇ શકે ?' એના ઉત્તરમાં કહ્યું તો ખરું કે ‘આપણે ત્યાં દ્રવ્ય પ્રાણાયામ કરતાં ભાવ પ્રાણાયામનું મહત્ત્વ છે. એટલા જ માટે કે દ્રવ્ય પ્રાણાયામમાં શ્વાસ ઉચ્છવાસ લાંબા લેવા મૂકવાનું અને રોકી રાખવાનું આવે છે, અર્થાત્ પૂરક-રેચક-કુંભકનો હિસાબ રહે છે, અને એમાં ધ્યાન રાખવા જતાં મુખ્ય ધ્યેયવિષય ૫૨ મન કેન્દ્રિત બનતું નથી. એટલે પ્રાણાયામ પકડતાં વિષય છૂટી જાય છે. તેથી જ કાયોત્સર્ગમાં ૮ શ્વાસોચ્છવાસ ૨૫ શ્વાસોચ્છવાસ વગેરેનું પ્રમાણ કહ્યું ત્યાં શ્વાસોચ્છવાસ તરીકે પ્રાણનું લેવા-મૂકવાનું ન કહેતાં ‘પાયસમા ઉસાસા' એ વચનથી ગાથાના એક પાદને ઉચ્છવાસ તરીકે લેવાનું કહ્યું. અર્થાત્ ૮ શ્વાસોચ્છવાસ એટલે ૮ પાદ ચિંતવવાના...ત્યાં જો ગાથાના પાદને બદલે પ્રાણવાયુના લેવા-મૂકવાની ગણતરીમાં મન પડે, તો ગાથા-પાદ પર મન લાગે નહિ. અલબત્ ભાવ પ્રાણાયામ એટલે કે બાહ્ય ભાવનું રેચક (કાઢી નાખવું), આંતરભાવનું પૂરક (પૂરવું), અને એ જ આંતરભાવનું કુભક (દિલમાં રોકી રાખવું), એ હંમેશા જરૂરી છે. કેમકે જીવને, ‘હું એટલે કાયા’ માની એનાં માનપાન, સુખસગવડ, સગાસ્નેહી વગેરે ‘બાહ્ય’ ને જ બહુ માનવાની જ ત્યારે બ્રહ્મચર્યની બાબતમાં, મને સ્રીજાત પ્રત્યે કશું આકર્ષણ નથી. સવારના ૧૦ વાગ્યા સુધી કોઇ જ સ્ત્રીદર્શન નહિ. પછીય કદાચ મંદિરમાં અને માત્ર ગોચરીની વિનંતિ કરવા આવે એટલું જ દર્શન, એમાં ય સહેજ પણ વિકારનો અને એમાં વાણી-વિચાર-વર્તાવથી લીન બનવાની યુગો-ભાવ ન આવે એ માટે કુમારી કે યુવતીને હા-ના કહેવાની જરૂર હોય તો અવસરે ‘બેટી’ શબ્દથી સંબોધીને કહું છું. મને એક જણે ઠપકો આપ્યો કે ‘તમે સાધુ થઇને ‘બેટી’ ‘બેટી' શું કરો છો ?' મેં કહ્યું, ‘ભાઇ એ મારા વ્રતની સલામતી માટે કહું છું. દીકરી સમજવાથી વિકાર જાગતો નથી.' આવી બધી તકેદારી અને પ્રાણાયામ સાથે નવકારઅક્ષરના ધ્યાનથી મારૂં મન પ્રશાંત થઇ ગયું છે. અને એથી નવકારમંત્ર પર મારી શ્રદ્ધા ખૂબ વધતી જાય છે. જો જુની આદત છે. એ લીનતામાં પોતાનો આત્મા અને એનાં હિતાહિતરૂપી ‘આંતર’ (આંતરિક) ને ભૂલી જવાય છે. તેથી એવી બાહ્ય લીનતાને અટકાવી આંતરિકમાં લીનતા ઊભી કરવાની અને ટકાવવાની જરૂર છે. આ ભાવપ્રાણાયામ સાધવો હોય તો દ્રવ્ય પ્રાણાયાય પર જોર ન દેવાય, નહિતર દ્રવ્ય પ્રાણ એ બાહ્ય ચીજ હોવાથી બાહ્ય ભાવમાં ભૂલા પડી જવાનું થાય. ત્યારે નવકાર-સ્મરણ એ આંતરિક વસ્તુ છે, આમ કહ્યું ખરું, પરંતુ એ મુનિશ્રી કહે ‘જુઓ ત્યારે હું વર્ષોથી રાતના પ્રાણાયામ સાથે નવકાર મંત્રના અક્ષરોની રટણા સાધું છું, એથી મારી ઉંઘ સહેજે ઓછી ૩-૪ કલાકની થઇ ગઇ છે. તેમ વાસનાઓ ઘણી ઘણી શાંત પડી ગઇ છે. દા.ત. મને મેવા-મિઠાઇ, ફરસાણ, દૂધ-દહીં-ઘી, સાકર વગેરેનાં આકર્ષણ ઉતરી ગયાં છે. એની કોઇ જ સ્પૃહા નથી થતી. દેહને ટેકારૂપે રોટલી અને દાળથી ૨ોજ એકાસણાં કરૂં છું. દિવસમાં અનેકવાર ખાવાનું મન જ નહિ. એમ બાહ્ય માનપાનની કોઇ તમન્ના રહેતી નથી, તેથી ટપાલપટ્ટીય હું કરતો નથી, ભક્તો બનાવતો નથી, ગૃહસ્થોનો સંપર્ક મને ગમતો નથી. દિવસના સમયમાં આવશ્યક ક્રિયા અને શાસ્ત્ર સ્વાધ્યાય, તથા રાતના નવકાર રટણ એ મારું જીવન છે. આત્મા પરમાત્મા સિવાય બીજામાં મન જતું નથી. કપડાંનો ઠાઠ, ચીજવસ્તુનો મોહ વગેરેમાં હું પડતો નથી. શ્રી ચીમતલાલ વૃજલાલ શાહ ૮૭, તારદેવ રોડ, ૫૭, મિલન, ૬ ઠ્ઠા માળે, મુંબઇ-૪૦૦ ૦૩૪. હસ્તે: શ્રી રાજુભાઇ ૬૪
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy