SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra નિર્ભયતા www.kobatirth.org ૧૧૧ જ્ઞાનીને પાપ નો સદા ડર હોય છે. જે પાપ થી ડરે છે તેને ભગવાન વધુ વ્હાલા લાગે છે અને જે પાપથી ડરે છે તે સાચા જ્ઞાની છે. દુષ્કૃત્યોની લોકો નિંદા કરે છે માટે લોકનિંદાના ડરથી દુષ્કૃત્યોથી દૂર રહેવું. જે પ્રકારે ડરના માર્યા લોકો જંગલમાં ફરતા નથી, રક્ષિત માર્ગો પર ફરે છે. તે પ્રકારે સંસાર પણ એક જંગલ છે. તેમાં ભિન્ન ભિન્ન સ્થાનોમાં પ્રાણીઓ જન્મ મરણ દ્વારા ભટકે છે, જે ભવારણ્યમાં ભટકવાથી ડરે છે તે ધર્મનો માર્ગ ગ્રહણ કરે છે. ભય વિના ભક્તિ પણ સાચી થતી નથી. ભયને પારસ પત્થર સમાન કહ્યો છે. જો નિર્ભયતા એમ કહે કે હું કોઈનાથી ડરતી નથી,ભલે તે ઈશ્વર કે ગુરુ હોય. આ જીવો ઉત્થાનને બદલે પોતાના પતનનો માર્ગ પસંદ કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir भय बिनु प्रीति न होई गुसाई તુસલીદાસ ઈશ્વર, ગુરુ કે માતા-પિતા, નો ભય કોઈ પ્રકારે આપણા જીવનના ઉત્થાનનનો, ઉન્નતિનો કે જીવન સુધારણાનો મુખ્ય આધાર બને છે. તેનું ઉદાહરણ આપું છું. કોઈ એક રાજ્યમાં એક સુંદર નગર હતું. તેમાં હજારો ભવ્ય ભવનો આવેલાં હતાં. એક ભવનમાં પોતાના માતાપિતાની સાથે પાંચ છ વર્ષનો એક બાળક રહેતો હતો. રવિવારની રજાને કારણે તે એ દિવસે શાળામ ગયો ન હતો. બપોરના સમયે તે પોતાના ભવનની એક અટારીમાં બેસીને નીચેના માર્ગ પર જતા આવતા મનુષ્યોની જાતભાતની ચેષ્ટા જોઈને પોતાના મનની ખુશી મનાવતો હતો. તે સમયે અચાનક તેની દૃષ્ટિ એક ખૂમચાવાળા ઉપર પડી તેમાં રસદાર જાંબુનો ઢગલો હતો. ખરીદવાવાળાને આકર્ષિત કરવા તે મધુર સ્વરે લલકારતો હતો. लोजी काले काले जामुन सुन्दर रस्ते नीले जामुन ताजा बढिया मीठे जामुन गीले और रंगीले जामुन लोजी और चखोजी जामुन लोजी प्यारे प्यारे जामुन पके हुअ है सारे जामुन सारे जग से न्यारे जामुन For Private And Personal Use Only
SR No.008721
Book TitleJivan Vikas Na Vis Sopan
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy