SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતનની કેડી હાથ, પગ, આંખ, કાન, નાક, જીભ અને મન રૂપી સમૃદ્ધ યંત્રસામગ્રી મળી છે. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને અંત:કરણના ત્રણ સુવ્યવસ્થિત કાર્યાલય પણ મળ્યા છે. આવું સમૃદ્ધ કારખાનું વગર પાઘડીથી, ગુડવીલથી મળી જાય તેનું તો ભાગ્યે જ ઉઘડી જાય ને? પણ ઘણુંનું ભાગ્ય આવું સમૃદ્ધ કારખાનું પોતાને મળ્યું હોવા છતાં ય નથી ઉઘડ્યું. કારખાનાનાં સંચા ટાઢાહીમ પડ્યા રહેવા દીધા છે. પડ્યા પડયા યંત્રો પણ કાટ ખાઈ જાય છે. ત્યારે એ કારખાનું કાટખાનું બની રહે છે. નથી તેમાં ઉત્પાદન થતું, નથી તેના માલિકને કંઈ રળી આપતું. ઉલટું તેનું ભાડું ચડે છે તે વધારામાં. હાથ મળ્યા છે પણ એ હાથથી દાન નથી કર્યું. એ હાથથી કેઈનાં આંસુ નથી લૂછળ્યાં, એ હાથથી કોઈ પડેલાને ઊભા નથી કર્યા, કે એ હાથથી કેઈની સેવા નથી કરી. પગ મળ્યા છે પણ એ પગથી કઈ તીર્થયાત્રા નથી કરી, ભગવાનના મંદિરે ગયા નથી, એ પગ ઉપર કઈ નિરાધારનો ભાર ઉપાડે નથી. ૧૦૨ For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy