SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવે છે તે કેટલાંક લોકો લઈ જઈને બજારમાં વેચે છે. આનાથી એમનું સંવેદનશીલ હૃદય દ્રવી ઊઠયું અને નક્કી કર્યું કે જીવનભર ચોખા કે બદામ લેવાં નહિ. ગોચરી સમયે ક્વચિત્ કોઈ સાધુથી એમ બોલાઈ જાય કે, “આ વસ્તુ બહુ સારી બની છે.” તો એ સાધુને હળવેથી ટોકતા અને કહેતા કે સાધુને માટે આહાર શરીર ટકાવવા માટે છે એથી વિશેષ એનો કોઈ ઉપયોગ નથી. આમ આહાર અંગે એમને કોઈ આસક્તિ નહોતી. એમની સાથેના સાધુઓ પણ ખાસ તકેદારી રાખતા કે અમુક વસ્તુ સારી છે કે ખરાબ એવું બોલાઈ જાય નહિ. જો આવું બોલાઈ જાય તો અચૂક એમનો ઠપકો મળે જ. તેઓ કહેતા કે તીર્થંકર પરમાત્માએ આ અંગે ‘ઉત્તરાધ્યયન સૂત્ર” માં એમ કહ્યું છે કે જિનશાસનના સાધુએ ખાતાં ખાતાં તેણે “આ સારું રંધાયું છે, “આ ઠીક સ્વાદવાળું છે' કે “આ ઠીક રસવાળું છે' એવું ન બોલવું. અનાસક્ત ભાવે મોક્ષના સાધનભૂત દેહને ટકાવવા માટે ભોજન અનિવાર્ય હોવાથી લેવું. સંયમજીવનના પ્રથમ ચાર દાયકાઓ સુધી તો આચાર્યશ્રી હંમેશાં એકાસણાં કરતા. એમણે કાયમને માટે ચાર વિગઈઓનો ત્યાગ કર્યો હતો. માત્ર બે વિગઈઓની છૂટ હતી. તેઓ દહીં અને દૂધ લેતા અને તેમાં પણ ડેરીનું દૂધ વજર્ય હતું. પૂ. કૈલાસસાગરજીએ દીક્ષા લીધી ત્યારે એમના ગુરુમહારાજ છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હતા. કૈલાસસાગરજીની ઈચ્છા આવી તપશ્ચર્યા કરવાની હતી. એકબાજુ અભ્યાસ ચાલે. વળી પિત્તપ્રકૃતિ પણ ખરી. તેથી આટલી કઠિન તપશ્ચર્યા મુશ્કેલ હતી તેમ છતાં કાયમ આયંબિલ, એકાસણું અને ઉપવાસ તો ચાલતા જ. વળી આહાર પૂરો થાય કે તરત જ ઊઠતાં પહેલાં અભિગ્રહ લઈ લેતા. બે કે ત્રણ વખત પાણી વાપરવાનું રાખતા હતા. છેલ્લે છેલ્લે સ્વાથ્ય બરાબર ન રહેતાં ઔષધો લેવા પડતાં હતાં. શિષ્યવર્ગના અત્યંત આગ્રહને વશ થઈને એમણે દુ:ખી હૃદયે એકાસણાં છોડીનેબિઆસણાં શરૂ કર્યા. આવું થયા પછી પણ તેઓ દિવસના મોટાભાગના સમયમાં અભિગ્રહ પચ્ચખાણ દ્વારા ચારે આહારનો ત્યાગ કરતા. આમ શરીરની પ્રતિકુળતાને લીધે એકાસણાં થતાં નહોતાં, તેમ છતાં એમનો તપનો આદર્શ કેવો મહાન હતો તે આના પરથી પ્રગટ થાય છે. પૂ. આચાર્યશ્રીનું જીવન એટલે જ માનવમાંથી મહામાનવ બનવાની પ્રક્રિયા. જાણે અનેક મધુભરી પાંખડીઓવાળું એ સુવર્ણકમળ ન હોય! આ કમળના જલકમલવતુ’ જીવનમાં વિનયની પરાકાષ્ઠા નજરે પડે છે તો વિદ્યા તરફનો અગાધ આદર જોવા મળે છે. પરમ શિષ્યવાત્સલ્ય વરસતું જોવા મળે છે તો સહુને ભીજવી દેતી અપાર ઉદાર ભાવનાની હેલી અનુભવાય છે. ક્યાંક For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy