SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૨ શ્રાવક ધર્મ સ્વરૂપ. w w w. ^^ ^ ^ ^^ ^ ^ ચાર કષાયના સેળ ભેદ અને નવ નેકષાય એ પચ્ચીશ ચારિત્ર મોહનીયના ભેદ કહેવાય છે. શ્રાવક ચારિત્રમોહનીયને જીતવા દરરોજ પ્રયત્ન કરે છે. આત્મજ્ઞાન, વૈરાગ્ય અને તપ વગેરેથી કષાયના વેગોને જીતે છે. ચારિત્ર મોહનીયના ઉછાળાની સાથે યુદ્ધ કરે છે. બાર ભાવનાવડે કષાયોને મન્દ કરે છે. કષાનું સ્વરૂપ નિવારીને તેને જીતવાના ઉપાયો શોધે છે. ચારિત્ર મોહનીયને મનમાં ઉત્પન્ન થતાંજ નિવારવાનો પ્રયત્ન કરે છે. ક્રોધ, માન, માયા અને લોભ વગેરે ચારિત્રના નાશકારક દોષ હઠાવવાને પિતાના આત્માને ઉપયોગ વધારે છે. ચારિત્રથી મુક્તિ થાય છે એમ શ્રદ્ધા કરે છે. શાસ્ત્રમાં શુદ્ધ ચારિત્ર ઘરવાસમાં વસનારને સંભવતુ નથી. ભાવશ્રાવક ચારિત્રધારક મુનિયોને ત્રિકાલ વન્દના કરે છે, ચારિત્રધારક મુનિયોના ગુણે જ્યાં ત્યાં ગાયા કરે. કદી પ્રાણુન્ત પણ ચારિત્રધારકની નિન્દા કરે નહીં. દેવેજો પણ ચારિત્રધારક મુનિયોને વન્દન કરે છે. કોઈ સાધુની હેલના વા અપમાન કરે નહીં. આવી રીતે વર્તતો ભાવશ્રાવક કોઈ વખત ચારિત્રને પ્રાપ્ત કરી શકે છે, અને ગૃહાવાસને ત્યાગ કરી શકે છે, ગૃહાવાસને પાશ સમાન માનનાર ભાવશ્રાવક સાધુપણું અંગીકાર કરી સારી રીતે પાળી શકે છે. માટે ભાવ શ્રાવકપણું પ્રાપ્ત કરવા પુરૂષો અને સ્ત્રીઓએ ઉધમ કરવા જોઈએ. ગ્રહવાસને પાશ સમાન જિનમતની શ્રદ્ધા વિના માની શકાતો નથી, માટે આસ્તિકતા ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યક્તા છે. તેથી તે આઠમા ગુણને કહે છે. भावश्रावकनो आठमो गुण. अत्थिक भावकलिओ-पभावणा वनवायमाईहिं; गुरुभत्तिजुओ धीम-धरेई इय दंसणं विमलं ॥८॥ ભાવાથ–આસ્તિક ભાવ સંયુત અને સશુરૂની ભક્તિ સહિત ભાવશ્રાવક પ્રભાવના અને વર્ણવાદ વગેરે વડે નિર્મળ દર્શનને ધારણ કરે છે. ભાવશ્રાવકને આ પ્રમાણે દઢ શ્રદ્ધા હોય છે કે જિન જિનમત અને જિનમતસ્થિત એ ત્રણને મુકીને તમામ જગત સંસાર વધારનાર છે. પ્રભાવના એટલે ઉન્નતિ. તન મન અને ધનની શક્તિ પ્રમાણે જૈન દર્શનની પ્રભાવના રાખે છે અને શક્તિ ન હોય તે તેના કરનારને મદદ કરે છે. For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy