SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૨ શ્રાવક ધર્મ સ્વરૂપ. કઈ ધનાઢય પુરૂષ, કોઈ દરિદ્રી (ગરીબ) ને ટેકે આપી ઉો ચઢાવે, ધનવાન કે બુદ્ધિવાન કરે, એવામાં તે ધનવાન કેઈ કર્મના ઉદયથી નિર્ધન થઈ જાય અને તે પેલો દરિદ્ર કે જે તેના આશરાથી ધનપતિ થયો છે, તેની પાસે આવે ત્યારે તે પૂર્વને દરિદ્ર પણ પશ્ચાત ધનાઢય બનેલ પિતાના ઉપકારી શેઠને પોતાનું સર્વસ્વ આપી દે, તોપણું તેને બદલો વાળી શકાતો નથી; પણ જે તે દરિદ્રી, તે સ્વામીને કેવલિભાષિત ધર્મને ઉપદેશ આપી વીતરાગ ધર્મમાં સ્થાપન કરે તેજ તેને બદલે વાળી શકે. કઈ પુરૂષ, શ્રમણ (સાધુ) પાસેથી એકપણુ આર્યધાર્મિક સુવચન સાંભળી કોલ ગે મરણ પામી કોઈ પણ દેવકમાં દેવતાપણે ઉપજે ત્યારે તે દેવ, તે ધર્માચાર્યને દુકાળવાળા દેશથી સુકાલવાળા દેશમાં મૂકે અગર અટવીમાંથી ખેંચીને વસ્તીવાળા પ્રદેશમાં આણે અગર લાંબા વખતના રોગથી મુક્ત કરે તે પણ તે ધર્માચાર્યને બદલો વાળી શકતો નથી. પણ જે તે, તે ધર્માચાર્યને કેવલજ્ઞાની કથિત ધર્મ કહીને તથા સમજાવીને તેને વીતરાગ ધર્મમાં સ્થાપન કરે તે જ તેને બદલે વાળી શકે છે. વાચક મુખ્ય ઉમાસ્વાતિજી પણ તે જ પ્રમાણે કહે છે. _| શ્રોતા. दुःप्रतिकारौ मातापितरौ, स्वामी गुरुश्च लोकेऽस्मिन् ॥ तत्र गुरुरिहामुत्र च, सुदुष्करतरप्रतीकारः ॥ १ ॥ આ લોકમાં માતા, પિતા, સ્વામી અને ગુરૂ એ દુપ્પતિકાર છે તેમાં પણ ગુરૂ તો અહીં અને પરભવમાં અતિશય દુપ્રતીકારજ છે. સભ્યદાતા સદ્દગુરૂને તો કરડે ભવમાં પણ, કરડે ઉપાય કરતાં પણ પ્રત્યુપકાર થઈ શકતો નથી. કૃતજ્ઞ પુરૂષનું એજ લક્ષણ છે કે તેઓ નિત્ય ગુરૂના પૂજનાર હોય છે. કારણકે તે જ મહાત્મા છે, તે જ ધન્ય છે, તે જ કૃતજ્ઞ છે, તેજ કુલીન અને ધીર છે, તે જ જગતમાં વંદનીય છે, તે જ તપસ્વી છે અને તેજ પંડિત છે, કે જે સુગુરૂ મહારાજનું નિરંતર દાસપણું, પ્રેષપણું, સેવકપણું તથા કિંકરપણું કરતો થકે પણ શરમાય નહીં. કૃતજ્ઞ પુરૂષ પોતાના પરોપકારીઓની સદાકાળ સ્તુતિ કરે છે. કૃતજ્ઞ પુરૂષ, પોતાના ઉપકારીઓને નમે છે. અને તેથી તે પરોપકાર કરનારાઓને કદી ભૂલી જતો નથી, કૃતજ્ઞ પુરૂષ, પિતાના આત્માને ઉચ્ચ કરવા સમર્થ થાય છે માટે બંધુઓ અને બહેનોએ કૃતજ્ઞ ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ, કૃતજ્ઞ મનુષ્ય પરોપકાર કરવા સમર્થ થાય છે માટે કૃતજ્ઞ ગુણ કહ્યા બાદ પરહિતાર્થકરવગુણુ ને કહે છે. For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy