SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. ૧૬૫ ઇને દીક્ષા અંગીકાર કરે. કહાનજી આ પ્રમાણે ગુરૂની વાણી સાંભળી ઘેર આવ્યા. સ્વજનને સર્વ વાત કહી અને સંસારની અસારતા જણાવી દીક્ષાનો ભાવ જણાવ્યું. અનેક પ્રકારના દૃષ્ટાંતથી સ્વજનને બોધ કર્યો, અને અનુ મતિ લેઈ ગુરૂની પાસે આવ્યા, ગુરૂએ પણ યોગ્ય જાણું દીક્ષા, કપૂરવિજ- ચતુર્વિધ સંઘની સમક્ષ સં. ૧૭૨૦ સત્તરાઁવીસના યજી નામ પાડયું, માગશર સુદીમાં વિધિપૂર્વક દીક્ષા આપી, વાસખેપ કરી કપૂરવિજયજી નામ પાડયું. શ્રી કપૂરવિજયજી મહારાજ પંચમહાવ્રત્તનું સમ્યગરીતે પાલન કરવા લાગ્યા. ગુરૂસાથે પાટણથી અન્યત્ર વિહાર કર્યો. ગુરૂની પાસે આવશ્યક આદિક સૂત્રોને અભ્યાસ કરવા લાગ્યા. શ્રી વિજયભસૂરિની આજ્ઞાથી ૫ ન્યાસપદ યોગ્ય સમયે ગ્રહણ કર્યું. સંવત ૧૭૫૭ના પોષ માસમાં તેમના ગુરૂ સત્યવિજય પન્યાસનું નિર્વાણ થયું. તેમના પટ્ટધર શ્રી કપૂરવિજયજી થયા. વઢીયાર, મારવાડ, ગુજરાત, સોરઠ, રાજનગર, (અમદાવાદ), રાધનપુર, સાચોર, સાદડી, શોજિત, વડનગર, વિગેરે સ્થળે માસાં કર્યો. તેમના વૃદ્ધિવિજયગણિ તથા ક્ષમાવિજય પન્યાસ એમ બે શિષ્યો થયા. વૃદ્ધાવસ્થામાં પાટણમાં ચોમાસાં થયાં અને ત્યાં ઉપધાન ભાલારોપણ અને બિંબપ્રતિષ્ઠા વિગેરે અનેક કૃત્ય કરાવ્યાં. * સંવત ૧૭૭૫ ના શ્રાવણ કૃષ્ણપક્ષ ચતુર્દશી ભદ્રંવાર પુષ્યવિજય મૂહુર્તમાં શ્રી કપૂરવિજયજીનું સ્વર્ગગમન થયું. ભક્ત શ્રાવક તથા શ્રાવિકાઓએ નવખંડ માંડવી તૈયાર કરી અને તેમાં ઉક્ત મુનિવરના શરીરને પધરાવ્યું. સંઘ ગાજતે વાજતે ચાટા વચ્ચે વચ્ચે થઈ નિકળે. સોના અને રૂપાનાણું પુષ્કળ ઉછાળ્યું. જય જય નન્દા જય જયભદાનો આઘોષ થવા લાગ્યો. ગામની બહાર દાહકસ્થળે શિબિકા ઉતારી. અને ચંદન વગેરેનાં કાઇથી શરીરને અગ્નિ સંસ્કાર કર્યો. બેસ્થભની પાસે ત્રીજી તેમની થઈ. ઉક્ત મુનિ મહારાજ સ્વભાવે શાન્ત હતા. તેમની પાટે ક્ષમાવિજયજી બિરાજ્યા. આ મુનિરાજે કઈ પુસ્તક બનાવ્યું હોય તેમ જણાતું નથી. આગમસાર ગ્રંથના કરનાર મુનિ દેવચંદજી તથા કપૂરવિજયજીને ઘણે સંબંધ હતો. તેમનું ચરિત્ર, સંવત ૧૭૭૮ ની સાલમાં વડનગરમાં ચોમાસું કરી, વિજયાદશમી શનિવારને દિવસે પંડિત જનવિજયજીએ રચ્યું છે. સર્વે મળીને કપૂરવિજયજીનો દિક્ષા પર્યાય ૫૫ વર્ષને હતે. પૂર્વના મુનિઓ વિશેષ આયુષ્યવાળા હતા. હાલના મુનિઓએ આવા ઉત્તમ મુનિવરોનું અનુકરણ કરવું જોઇએ. For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy