SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંડિત શ્રી વીરવિજ્યજીકૃત શ્રી લિભદ્રજીની શિયલવેલ દુહા સયલ સુહંકર પાસજી, શંખેશ્વર શિરદાર; શંખેશ્વર કેશવ જરા–હરત કરત ઉપગાર. ૧ સરસ વચન રસ વરસતી, સરસતી ભગવતી જેહ; શુભમતદાચક શુભ ગુરુ, પ્રણમું ત્રિકરણ એહ. ૨ ભદ્રંકર શૂલિભદ્રજી, સાધુ સકલ શિરદાર; તાપ તપી કંચન યથા, ગુરુ કહે "દુ કરકાર. ૩ લલિત વચન પદ પદ્ધતિ, રચશું શિયલની વેલ; બાળક બાહુ પસારીને, જલનિધિ માન કરેલ. ૪ સુણતાં સજજન સુખ લહે, દુર્જન મન ડેલાય; પયપાને પુષ્ટિ વધે, વિષધરને વિષ થાય. ૫ વ્રતધારી નિશ્ચળ હેવે, ભદ્રકને ગુણ રાગ; વૈરાગી વૈરાગ્યતા, પંડિત વચનશું લાગ. ૬ જળધર જળ વરસે ભુવિ, ઇશું પ્રમુખ રસ જેમ; ચતુર વિવેકી રઝશે, રચશું રચના તેમ. ૭ ૧ મહામુશ્કેલ કાર્ય કરનાર. ૨ બાળક હાથ લાંબો કરીને જેમ સમુદ્રનું માપ બતાવે તેમ. ૩ દૂધ પીવાથી. ૪ સ૫. ૫ શેરડી. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy