SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૧૦૮ : શ્રી સિદ્ધાચળનું સ્તવન (ખુને જીગરકે પોતે હૈ હમ–એ રાગ.) વિમળાચલથી મન મોહ્યું રે, મને ગમે ન બીજે ક્યાંય; મનમોહનમાં સુખ જોયું રે, મુજ આતમ સુખની છાંય. વિમળા, આંકણ. સમરું સિદ્ધાચળ સ્વામી, લળી લળી વંદું ગુણરામી; મુજ જીવન અંતરયામી રે, અનુભવથી અનુભવાય. વિમળા૦ ૧. મનમેહન લાગ્યા મીઠા, આદીશ્વર નયણે દીઠા; હવે રહ્યા ન લખવા ચીઠ્ઠા રે, મન મસ્તીથી મલકાય. વિમળા, ૨. સિધ્યા તુજ પ્રેમે અનંતા, વળી સિદ્ધશે. ભવિજન સંતા; થયા સિદ્ધ બુદ્ધ ભગવંતા રે, જ્ઞાની તુજ ગુણને ગાય. વિમળા. ૩. તુજ સાથે લગની લાગી, મુજ ભવની ભાવઠ ભાગી; મુજ અંતરચેતના જાગી રે, મુજ મનડું તુજને હાય. વિમળા, ૪. આનંદ જ્ઞાને ઉલસિયો, મુજ હૃદયકમળમાં વસિયે; શ્રદ્ધા પ્રીતિએ વિકસિ રે, ઘટ સુખસાગર ઉભરાય. વિમળા, ૫. તુજ શરણે નિર્ભય થઈ, આતમ જીવન ગહગહિ; મરજી થઈ તુજ લહિયો રે, તું આપઆપ સુહાય. વિમળાટ ૬. વિમલાચલવાસી મારા વહાલા, મુજ સુણજે કાલાવાલા; બુદ્ધિસાગર ઇમ ભાખ્યા રે, નિત્ય રહેજે હૈડામાંય. વિમળા૭. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy