SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) રીતે ધ્યાન ધરવું કે આપણે દુનીયામાં હેઈજ નહિ. એકલા આત્મારૂપે હોઈ શકીએ એવી રીતે દરરોજ એક બે કલાક અભ્યાસ કરે. શ્રી વીતરાગ ધર્મની આરાધના કરશે. પ્રમાદમાં સમય ન ગુમાવતાં આત્માને આનંદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. જાગૃત થઈને ધાર્મિક કાર્યોમાં લક્ષ આપશે. એજ અમથાલાલ, મણીલાલ, શેઠ ડાહ્યાભાઈ, પુનમચંદ ગાંધી, કેશવલાલ, કુલચંદ, બુલાખીદાસ વગેરે સર્વને ધર્મલાભ. ૩૪ શાંતિ શાંતિ શાંતિઃ વિ. સં. ૧૯૮૦ પોષ વદી ૨ મુકામ પ્રાંતીજ. લેખક બુદ્ધિસાગર. શ્રી સુરત પ્રિય શિષ્ય જયંતીલાલ ઉત્સવલાલ યોગ્ય ધર્મલાભ. તમારી તરફથી લગ્ન પત્રિકા મળી, તમારી નવી જીદંગી પોષ. વદી ૫ થી શરૂ થશે, તમારે બ્રહ્મચર્ચને જળહળતો અગ્નિરથ; નિજ આશ્રમને છેલ્લે વિરામ–સ્થાને સહેજ ઉભો રહે તે સમયે. સૌભાગ્યાકાંક્ષી સહચરીને પ્રેમપૂર્વક નૂતન સ્વરૂપ પામેલા રથમાં; લઈ ગ્રહસ્થાશ્રમને માર્ગે જીવન-યાત્રાના ઉદવંક્રમમાં સાનંદ આગળ વધશે. સૂર્ય ચંદ્ર સમા તમે ઉભય, સંસારરૂપી અવનિનું રક્ષણ કરી, સંસારને દિપાવી, સ્વદ્રષ્ટાંત અન્ય સંસારને પ્રપૂલ કરશે મન વાણી અને કાયાના પેગ વડે પ્રભુના પવિત્ર માર્ગમાં આરોહીને સહચરીને સ્વજીવનના એયે પ્રભુદ્વારમાં પ્રવેશાવશો. બન્નેનું સુખદુઃખમાં આકય સદા પ્રવર્તી અને બન્નેના હૃદયમાં શુદ્ધાનંદ પ્રભુનું પ્રાકટય થાઓ. સર્વ પ્રકારની સ્થિતિમાં પરસ્પરમાં આત્મય અને દુઃખ-સહનરૂપ તપ પ્રગટવું જોઈએ અને એવું ત૫ પ્રકટાવે જેથી વિપત્તિની વાદળી સરી જઈ આનંદભાણ પ્રકાશે. પરસ્પરમાં “હું” “તું” ને ભેદ ન રહે અને ચામડીના રૂપરંગે સુખની બુદ્ધિ ન રહે, વ્યકિગત બાહ્ય-સુખની વાંછનાને સવાઈ For Private And Personal Use Only
SR No.008631
Book TitlePatrasadupadesh Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy