SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૮) પદ ૫. સખી ? મહાપદની વાત–એ રાગ. આવી જગમાં ઠગાણા બહેન ? વધુ શું કહીએ રે, ઉપજ્યા ઉરમાં સંતાપ, સમજી રહીએ રે. લાગી હેડામાં લાહા હું, ઉંઘી અભાગી રે; હવે મળીયા સદ્ગુરૂ રાય, જોયું જાગી રે. મમતા માયા હતી સાથ, દગો બહુ દીધું રે; હવે જાગ્યા આતમરાય, અનુભવ લીધે રે. હવે બ્રાત તાત કે માત, વાત ન ગમતીરે, કેવળ અનુભવની માંહી, વૃત્તિ રમતીરે. દશન પિયુજીનાં એક, નજરે આવે રે, પ્રભુ ભક્તિ સુધારસ પાન, પ્રેમે ભાવેરે. પિયુ વિરહ તણું તે દુ:ખ, સહ્યું નથી જાતું રે, આનન્દઘન તરવા નાવ, હવે હું મારું રે; પદ ૪૬. મૂલણા છંદ રાગ-પ્રભાતી. ચતુર ચેતન? હવે ચાલ ચોગાનમાં, યુદ્ધ કર યુદ્ધ કર જીત થાશે, શું સુતો ચકવતી તણા પુત્ર હે? યુદ્ધ કર દુ:ખ દારિદ્ર જાશે. ૧ મેહ રાજા તણું જોર છે અતિ ઘણું, પ્રાપ્ત છે શુરને યોગ્ય ટાણું, કાઢ તલવારને શત્રુને મારને, મારને બે ઘડીમાં હું જાણું. ૨ જ્ઞાન રૂપ નાણું છે અખૂટ ભંડાર છે, ગાદીએ સહજમાં પ્રાપ્ત થાશે, અન્ય યુધ્ધ લડે એજ જન બાવરા, શરનું નામ સુર્ણ શત્રુ નાસે. ૩ ધર્મને મર્મ છે સત્ય એ કર્મ છે, પ્રેમ આનન્દઘન માંહી રાખે; ચુક આ શુદ્ધ છે જાણે જન બુદ્ધ છે, ભવ્યજન આત્મનું યુદ્ધભાખે.૪ પદ ૪૭. ગઝલ. વ્હાલા વિના રાત્રી દિવસ, દ્વારે ઉભી ગુરી મરું; મમતા તણા સંગે રમે, દ્વારે ઉભી કરી મરૂં. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy