SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૧ ) પ્રેમતવાવડી. ( ૧૨ ) હરિગીત. મૈાક્તિ સમુ નિર્મળ છલાછલ, સલિલ નિર્મળ છે ભયું" રત્ના ભર્યા અણુ મૂલ્યનાં, સાન્દર્ય સર્વ વચે ધર્યું અપ્રાપ્ય છે પણ શું કરૂ ? ઉપડે નહી આખી ભરી, આ પ્રેમરૂપ તલાવડી, ડાલી કરૂ હું ક્યાં જઈ ? હૈડે હવે માતી નથી; ઉભરાવવા જગ્યા નથી, હદ પારની બીજી પ્રભા, આવે હજીએ જોરથી; ગભરાઉં છું અમુઝ્ઝાઉં છું, ને શું કરૂં રાવા અહીં; આ પ્રેમરૂપ તલાવડી, હલકી કરૂ હું કયાં જઇ ? મોંઘી બીજાને છે ઘણી, તે તત્ર તેા વહતી નથી; દુષ્પાત્રમાં તલમાત્ર પણુ, દેતાં છતાં ઠરતી નથી; મ્હારૂ' વ્યસન એ વ્યસનથી, આ શી દશા આજે થઇ ? આ પ્રેમરૂપ તલાવડી, ઠાલી કરૂં હું ક્યાં જઈ ? આવા અરે ! હું બન્ધુએ ? તમને વિકટ તેા લાગશે; ચારાશી કેરા ચક્રની, ભાવટ તમ્હારી ભાગશે; લાવા યા મુજ પર કંઇ, દીલના દિલાસા દ્યો દઇ; આ પ્રેમરૂપ તલાવડી, ઠાલી કરૂ રે કયાં જઇ ? મધ્યાન્હ દર્શાતા નથી, નથી સૂર્ય તડકા આકરો; પ્રતિકાળ પ્રાત:કાળ છે, વાયુ વહે મધુરા ખરા; ખીજું દરદ કાંઇ નથી; ધારી શકાણી ના કંઇ; આ પ્રેમરૂપ તલાવડી, ઠાલી કરૂં હું કયાં જઇ ? દ્વૈતાબ્ધિ કેરા ભારને; અદ્ભુત મધ્ય ગુમાવી દઉં, મુજ આત્મરૂપ આ રત્નને, નહીં તેા હવે ડુબાવી દઉં; લ્યા ? ચે ? હવે તેા એટલામાં; સુલભતા નથી એ કઇ; આ પ્રેમરૂપ તલાવડી. ઠાલી કરૂ હુ કયાં જઈ ? For Private And Personal Use Only ૧
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy