SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૬). ૧ ૨ દ્વિત્તાની હિતારિણી. (૪૭) હરિગીત-છન્દ. દિલદારના દિલડા તણી, દિલહારિણી દારા બનું, દિલદારની અનુરાગિણી, મુજ પ્રાણસમ પ્યારા ગણું; દિલદારનાં નયને વિષે, મુજ નયનને ભેળાં કરું; દિલદારનાં હૈડાં વિષે, મુજ હૃદયને ઠંડાં કરું. સે સે શરાબ જેટલી, આ કેફ માંહી ઘેન છે; સો સે યુગેના જેટલી, હુલ્લાસ પૂર્વક રેન છે; ઊતરે નહિ ઊતરે નહીં, આ કેફ કેરી મધુરતા; ઊતરે નહિ ઊતરે નહીં, આ હૃદય કેરી સુખદતા. દિલદાર કેરા ઉમળકા, હારા ઉમળકા સર્વએ; દિલદાર કેરાં દુઃખ જે તે, સર્વ દુઃખ મહારાં જ છે; દિલદાર કેરાં સંખ્યમાં, મહારાં સુખે તો તે નહી; મુજ પ્રાણ કેરાં સૌખ્ય તે, દિલદારનાં સાચાં સહી. સંકષ્ટ સર્વે ભેદમાં, હું ભેદવાદી છું નહીં; હુંમાં અને મુજ નાથમાં, જુદાઈ તલભાર છે નહી, જ્યાં હું નહી ત્યાં તું નહી, હું તું નહી ત્યાં દુઃખ નહી; જ્યાં દુ:ખ કેરા ભેદ નહિ ત્યાં, ખલક કેરૂં સુખ નહી. અક્ષય રસેની હેલમાં, અહિં નિત્ય સુંદર સ્નાન છે; અક્ષય રસેના રાગમાં, ગુલતાન અહીયાં ગાન છે, હા? શૂન્ય નભમંડલ થકી, અક્ષય સલિલ વષી રહ્યું પતિ પત્નીના પર્યકમાં, ચેતન્યઘન પ્રગટી રહ્યું. ૩ ૪ ૫ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy