SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૫ ) તાપવિદ્યુત્તિહિ. ( ૪૬ ) હરિગીત-૭૬. શું અન્ન કેરા નામથી, કિં ભૂખ તે ભાગી શકે ? યા વારિ કેરા નામથી, જલપ્યાસ તે ભાગી શકે ? ભેજન જમ્યા પ્રત્યક્ષ નહિને, તૃપ્ત તનડું નવ થયું; દિલમાં દયા ક્રમ દાન નહિં, પ્રભુ નામ લીધે શું થયું ? ૧ ઓલ્યા પ્રજાપતિ એક દિન, માનવ અને દાનવ પ્રતિ; દેવા પ્રતિ ક્રમ દાન કરૂણા, તત્ત્વ વિષ્ણુ મુક્તિ નથી, શીતત્ત્વ વ્યાપ્યુ. અંગમાં તે, અગ્નિ નામે નવ ગયુ'; દિલમાં દયા ક્રમ દાન નહિ, પ્રભુ નામ લીધે શુ થયું ? ૨ પ્રભુ નામ માત્રે મુક્તિ છે, એ વચન છે રોચક બધાં, રેચક વચન વિષ્ણુ વસ્તુમાં, નથી ભાવ પ્રીતિ જામતાં; દિલમાં દયા ક્રમ દાન નહિ ને, નામ લીધે શું થયું ? રજની હઠાવા કારણે, રિવ નામ ઉંચયે શું થયું ? આ વિશ્વના છે કાયદે, નથી નામથી મુક્તિ કદી; તીર્થા તણાં નામેા વડે, નથી તીર્થની પ્રાપ્તિ કદી; છે તી દન લાલસા તા, તીર્થ માં ચાલ્યા જજો; છે આત્મ દર્શન લાલસા તા, આત્મના સામા જો. દિલમાં દયા કઇ છે નહિ તા, હૃદય પણ કામળ નહી; દિલમાંહિ દાની ભાવ નહિ, વૈરાગ્ય તે નિર્માળ નહી; ઇન્દ્રિય જય દમ છે નહી, લાયક હૃદય તેા છે નહી; કોમળ હૃદયનિર્મળ હૃદય, લાયક હૃદયવિણ મુક્તિ નહિ. પ For Private And Personal Use Only ૩ ૪
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy