SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) પાણી પડે નળીયાં ઉપર, ત્યાંથી ભેમિ હેળા વહે; નર્દી નાળમાં એ વહેળીયા, કે જાય કે તે સ્થિર રહે; કલ્લોલ પક્ષી સમૂહને, કણે શ્રવણ થાતું નથી, કૃષિકારનાં દિલડાં વિષે, આનન્દ પણ માતો નથી. ૩ ઘમ ઘમ ધીમી ગતિ મેઘરાજા, પૃથ્વીને પાવન કરે; કોમળ થતાં વસુધા તણાં, અંગો નિહાળે મન ઠરે; વરસાદ વરના સ્પર્શથી, ભૂમિ ભામિની હર્ષે ભરી; પ્રસવે વનસ્પતિ બાળને, જે પ્રાણની જીવન ધરી. ૪ છે એક રાત્રી શ્યામ બીજી, વૃષ્ટિ આ બીહામણી; વિજળી પડ્યાની ધાક ત્રીજી, આવતી ઉરમાં ઘણી પ્યારા પિયુ વિણ એકલી, હિમ્મત શી રીતે ધારૂં હું ? પળ વર્ષ જેવી જાય છે. પ્રિયનાથ? શબ્દ ઉચ્ચારૂ હું. ૫ તુજ દર્શ વિણ નયન સુનાં, કર આપ વિણ એવા સુના; શસ્યા સુનીમાં ઉંઘ નાવે, હર્ષ હામ ધરૂં હું ના; યદિ આપ શેઠે આવું પણ, આ રાત્રિમાં દેખું નહીં; ને આપનાં પ્રિય સ્થાન પણ, સુરતા વિષે પખું નહી. ૬ કર ઝાલી નાથ ! અનાથને, બોલાવવી આજે ઘટે; ઉંડી હૃદયની પીડ મેહન,-લાલ વિના નવ મટે; હારી મધુરી પ્રીતડી, બાંધી વિરહ માટે નથી; સ્વામી પ્રિયાની ઐક્યતામાં, પ્રેમની પૂર્ણાહુતિ. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy