SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯) અદ્ભુત વાર્તાઓ વિષે, જે હર્ષ સુખ ઉભરાય છે; એના થકી કોટી ઘણું સુખ, આત્મ વાત થાય છે. વિણ પુત્ર લક્ષાધીશ દિલમાં, દિલગીરી કરતો રહે; સપુત્રના શુભ લાભથી, એને યથા સત્સુખ વહે; ઘડીભર પ્રભુના ધ્યાનને, જે પેગ કંઈ આવી મળે; તો ઉક્ત સુતના લાભથી, કેટી ઘણાં સુખડાં ફળે. વ્હાલા અહારા આત્મની, શુભ વાટ અમને વ્હાલી છે; માધુર્યભરી શ્રી આત્મની, વ્હાલી બબર ખાલી છે, આ કેફ પીધા બાદ સાચી, ઘેન આવે નયનમાં; ને બાદશાહી વિવની, આવી સ્કુરે છે હૃદયમાં. જારમાસી છે? (પ) હરિગીત. કેમ આવ્યા છો ? હૃદય મળે, જ્ઞાન સંજ્ઞક જાન્હવી, ત્યાં સ્નાન કરતાં સર્વ પાપ, નાશ કરતાં માનવી, જે નિરખવાને કાજ પ્રાણી, આમને તેમ દેડત; તે પુરૂષ તે હારા ઘરે, વિશ્રાંતિ લઈને છે સુતે. છે બાહ્ય સુખ કરતાં અતિશય આત્મના ભંડારમાં; શૃંગારથી મધુરી મજા છે, વિરતિના આગારમાં, પાસે ભર્યું અમૃત છતાં, વિહ્વળ થઈને કેમ ફરે; છે અષ્ટ સિદ્ધિ પદ તળે, તેના તરફ સુરતા કરો. નાસાવડે સૂંઘાય પણ, આનંદ ત્યાં આત્મા તણે; નયનવડે નિરખાય પણ, આનંદ ત્યાં આત્મા તણે, દશ ઈદ્રિએ એ જડ છતાં, ત્યાં આત્મ દીપ પ્રકાશતો; બુદ્ધિ વિષે નિર્ણયરૂપે રહી, વસ્તુને પરખાવતો. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy