SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૦ ) દુશમન તણા દુશમન પણે, આખું જીવન વહી જાય છે, જળ અન્ન જર પ્રેયસ તથા, દુર્લભ કદાપિ થાય તે; ચિંતા ગણું નહિ એક ઘડી, યા હોમ મસ્તક પરહરૂં, વ્હાલા થકી પણ વિમુખ થઈ, જીવવું ગણું છું આકરું. ૩ શૂળી ઉપર ચઢી દેહનું, છે છોડવું સારું ઘણું પર્વત ઉપરથી રડવડી, મરવું ઘણું સહ્યામણું; સંકટ તણું ટાળું ભલે, આવી ચઢે ને પાધરું, વ્હાલા થકી પણ વિમુખ થઈ, જીવવું ગયું છે આકરૂં. ૪ જળ સિધુમાં પડવું સુખદ, સુખદાઈવિષજળ ચાખવું; ઘા સાંખવા તલવારના કે તપ મુખ સામું જવું; એ સર્વ સારી વાત છે, એના થકીયે નવ ડરું; વહાલા થકી પણ વિમુખ થઇ, જીવવું ગણું છું આક. ૫ जुवानपणमाटेअमेवृद्धत्ववर्षावीरवा. (४४) હરિગીત-ઇન્દ. ઘડી કાળ કંઈ ઘટતું નથી, પણ આયુ ઘટિ ઘટિ જાય છે, જળ ભૂમિ કઈ હઠતાં નથી, પણ દેહ હઠિ હઠિ જાય છે; તૃષ્ણા હજી મટતી નથી, પણ શક્તિ મટિ મટિ જાય છે, અજ્ઞાન છટિ જાતું નથી, પણ જ્ઞાન છટિ છટિ જાય છે. ૧ માતંગ મન થાક નહી, જાતે હમે થાકી ગયા, આશાની ગ્રન્થિ પાકિ નહિ, જાતે હમે પાકી ગયા; નોટ–૧ પ્રભુની ખાતર મયુરધ્વજે મસ્તક વહેવરાવ્યું છે. ૨ મનશર તથા ઈશુ ખ્રિસ્ત પ્રભુની ખાતર ળીએ ચઢ્યા છે. ૩ આસર્વ આપત્તિ પ્રહાદને આવી હતી. ૪ મીરાંબાઈએ પ્રભુના માટે વિષ પીધું પણ વિમુખતા ઇચ્છી નહી. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy