SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ( ૫૫૦ ). શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. ST ભાવના ધર્મ, લોકોત્તરધર્મ, સર્વ ધર્મવ્યવસ્થારક્ષકધર્મ, અનેકષ્ટિધર્મ, શુદ્ધધર્મ, નિમિત્તધર્મ, ઉપાદાનધર્મ, ચારિત્રધર્મ, જ્ઞાનદર્શનચારિત્રધર્મ, ઉપશમધર્મ, ક્ષયે પશમધર્મ, ક્ષાયિકધર્મ, ઉપદેશધર્મ, સદાચારધર્મ, તપધર્મ, દ્રવ્યભાવવીર્યધર્મ, સર્વવ્યાપકધર્મ, સાધકધર્મ, સાધ્યધર્મ, સિદ્ધધર્મ, ધ્યાનધર્મ, યમનિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિધર્મ, પરસ્પરોપગ્રહધર્મ, શિષ્યધર્મ ગુરુધર્મ, આચાર્યધર્મ, પુણ્યસંવર નિર્જરાધર્મ, કારકધર્મ, લયધર્મ, સ્થિરધર્મ, ઉત્પાદધર્મ, પ્રવૃત્તિમયધર્મ, નિવૃત્તિમયધર્મ, નિવૃત્તિમય પ્રવૃત્તિધર્મ, વસ્તુસ્વભાવધર્મ પરમાત્મધર્મ, અન્તરાત્મધર્મ, અવિરતિસમ્યગ્દષ્ટિધર્મ, દેશવિરતિધર્મ, સર્વવિરતિધર્મ, વીતરાગધર્મ, અપ્રમત્તધર્મ, ક્ષીણકષાયધર્મ, જ્ઞાનાદ્વૈતધર્મ, આર્યધર્મ આગમનિગમધર્મ, અનુભવધર્મ, સહજાનન્દધર્મ, સ્વજાતિધર્મ, વ્યક્તિધર્મ, સમષ્ટિધર્મ, આદિ ધર્મના અનન્ત ભેદે છે; તેઓનું નય નિક્ષેપપૂર્વક સ્વરૂપ અવબોધ્યા પશ્ચાત્ લેકેને ધર્મમાં સ્થિર કરી શકાય છે. ઉપર્યુક્ત ધર્મોનું સ્વરૂપ અવબોધ્યા પશ્ચાત્ ક્ષેત્રકાલપ્રવૃત્તિથી તેને અનુભવ પ્રાપ્ત કરે જોઈએ. નિષ્ક્રિય ધર્મ અને અદિયધર્મ, આવશ્યક ઘર્મ, સ્થિરતાકારકધર્મ, અસ્થર્યનિવારકધર્મ, નિર્ભયધર્મ આદિ ધર્મોનું આત્મદષ્ટિએ સૂફમસ્વરૂપ અવધવું જોઈએ. આત્માના જ્ઞાનાદિ અનઃ ધર્મોનું અનન્ત વર્તુલ અવધીને દુનિયાના મનુષ્યને તેઓના યોગ્ય ધર્મોમાં સ્થિર કરવા જોઈએ કે જેથી દુનિયામાં અંધેર રહી શકે નહિ. પ્રગતિકારકધર્મ, અવનતિકારકધર્મ-આદિ ધર્મોનું સ્વરૂપ અનુભવીને દુનિયાના મનુષ્યોને દેશકાલાનુસાર ઉત્સર્ગ અને અપવાદના ઉપાયથી સ્થિર કરવા જોઈએ. શ્રી કૃષ્ણ અર્જુનને બોધ આપીને સ્થિરપ્રજ્ઞાપૂર્વક સ્થિર કર્યો, તેમ જ્ઞાની એવા કર્મચગીઓએ દુનિયાના મનુષ્યને તેમના દરેક ધર્મમાં સ્થિર કરવા જોઈએ. વિશ્વવર્તિ મનુષ્યો મનની ચંચળતાથી ઉપર્યુક્ત આવશ્યક કર્તવ્ય ધર્મોમાં સ્થિર બુદ્ધિથી સ્થિર પ્રવૃત્તિ કરી શકે એવા પુસ્તક દ્વારા ઉપદેશદ્વારા આદિ અનેક માર્ગ દ્વારા એવા ઉપાય સેવવા જોઈએ કે જેથી દુનિયાના ત્રણમાંથી છૂટી શકાય અને સ્વફરજને સારી રીતે અદા કરી શકાય. દુનિયાના જીવને નૈસર્ગિક ધર્મોને અવબોધી તે પ્રમાણે પ્રવતે અને નૈસર્ગિક જીવનપૂર્વક પ્રભુમયજીવન પ્રાપ્ત કરે એવા ધર્મોમાં સ્થિર કરવા જોઈએ. અશોક રાજાએ લોકોને ધર્મમાં સ્થિર કરવા માટે અનેક શુભેપાને સેવ્યા હતા. દુનિયાના લેકે જે ધર્મમાં સ્થિર ન રહી શકે તે અધમની વૃદ્ધિ થવાથી દુઃખને મહાસાગર ચલાયમાન થઈ લેકેને બુડાડી દે છે. ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ, પાણી, આકાશ વગેરે પદાર્થો ધર્મમાં સ્થિર રહે છે તે દુનિયાના જેવો જીવી શકે છે. અન્યથા જો એક ક્ષણ માત્ર પણ જીવવાને શકિતમાન નથી. દુનિયાના મનુષ્ય મેજમજામાં મસ્ત બનીને પરતંત્ર જીવન વ્યતીત કરે છે અને સ્વધર્મોથી ભ્રષ્ટ થાય છે. સ્વધર્મરક્ષણરૂપ સ્વાતંત્ર્યને પરિહરી દુનિયાના જીવ પરતંત્રતાની બેડીમાં For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy