SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir UR ઉપગ્રહની આવશ્યકતા (૪૨૫). દાન દ્વારા ઉપગ્રહ કરીને જે અપ્રાપ્ય અમૂલ્ય સુખસાધન છે તેઓને દાનના પ્રતિદાનફળ તરીકે પ્રાપ્ત કરતો જાય છે; છેવટે તે પરમાનન્દત્વને ઉપગ્રહના બદલામાં પામીને કૃતકૃત્ય થાય છે. એક સરોવર પશુ પંખી વગેરેને જે જલદાન સમર્ષે છે અને ઉપગ્રહત્વને અંગીકાર કરે છે, તેના પ્રતિદાનમાં તે પુષ્કળ જળપ્રવાહને પામે છે અને હતું તેવું બને છે. આવી સર્વત્ર સમસ્ત વિશ્વમાં સર્વથા સર્વદા સાર્વજનીન પરસ્પરોપગ્રહત્વવ્યવસ્થા પ્રસરી રહી છે અને તેનો લાભ આપણે લઈને અનેક દુઃખોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. તીર્થંકર દીક્ષા લેવાની પૂર્વે સાંવત્સરિક દાન દે છે અને તેઓ જગના ઉપગ્રહત્વરૂપ ઋણમાંથી વિમુક્ત થાય છે અને છેવટે કેવલી થઈ સમવસરણમાં બેસી સર્વોત્તમ ધર્મદેશનાથી ઉત્તમોત્તમ ઉપગ્રહત્વ કરીને સર્વ જીવોને સુખી કરે છે. આવી પરસપર ઉપગ્રહનીતિ સર્વત્ર વિદ્યમાન છે. રાજાનો પ્રજા પર ઉપગ્રહ છે, અને પ્રજાને રાજા પર ઉપગ્રહ છે. માતાને પુત્ર પર ઉપગ્રહ છે. અને પુત્રને માતા પર ઉપગ્રહ થાય છે. પતિ પોતાની પત્ની પર ઉપગ્રહ કરી શકે છે અને પત્ની પિતાના પતિ પર ઉપગ્રહ કરી શકે છે. ત્યાગીઓ પોતાની શકિતજેથી ગૃહસ્થ પર ઉપગ્રહ કરી શકે છે અને ગૃહસ્થ સ્વયશકિતથી ત્યાગીઓ પર ઉપગ્રહ કરી શકે છે. શિક્ષક શિષ્યો પર ઉપગ્રહ કરી શકે છે અને શિષ્ય સેવાભકિતથી શિક્ષકો પર ઉપગ્રહ કરી શકે છે. સેના પિતાના રાજા અને પ્રજાનું આત્મભેગવડે સંરક્ષણ કરી શકે છે અને રાજા તથા પ્રજા સ્વયશકિત વડે સેનાનું સંરક્ષણ દિવડે જીવન નભાવી શકે છે. શુક્રવણે પોતાના અધિકાર પ્રમાણે બ્રાહ્મણદિ પર ઉપગ્રહ કરી શકે છે અને બ્રાહ્મણાદિ વર્ગ પિતાને સંપ્રાપ્ત થએલી શક્તિ વડે ક્ષુદ્રાદિ વર્ણપર ઉપગ્રહ કરી શકે છે. પૃથ્વી જલ વગેરેમાં યદિ સમ્યગૂ ઉપગ્રહ પ્રવર્તી શકતા નથી તો ઉપદ્રવ રોગ દુષ્કાલ વગેરેને ઉભવ થાય છે અને તેથી જગતુમાં અશાન્તિ પ્રસરે છે અને તેની પ્રાણી માત્રને તરતમાગે અપાધિક દુઃખની અસર થયા વિના રહેતી નથી. પરસ્પર ઉપગ્રહત્વનો નિયમ વસ્તુતઃ પ્રવર્યા કરે છે. શુદ્ધ પ્રેમ અને શુદ્ધતાનો જનક પરસ્પરોપગ્રહ છે. અથવા પરસ્પરોપગ્રહત્વને વાસ્તવિક જનક ખરેખર શુદ્ધ પ્રેમ છે એમ સાપેક્ષદષ્ટિએ વિચારતાં અવબેધાશે. જ્યાં સુધી વિશ્વની સાથે સંબંધ છે ત્યાંસુધી ઉપગ્રહત્વની સાથે સંબંધ છે. અને તે પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે પ્રવર્યા વિના છૂટકે થતું નથી. અપ્રમત્તયોગી ધ્યાનમાં મસ્ત છતાં પણ તે પવિત્ર વિચારોત્પાદક દ્રવ્યમન શુકલેશ્યા પવિત્ર શારીરિક નિભૂત પુદ્ગલસ્ક અને આચારવડે અન્યોને ઉપગ્રહ કરવામાં નિમિત્તકારણ બને છે તે અન્યનું શું કથવું ? અર્થાત્ અન્ય જીવડે ઉપગ્રહ કરી શકાય તેમાં કિંચિદપિ આશ્ચર્ય નથી. જગતને જેટલું ઉપગ્રહ કરીને સમર્પી શકાય છે, તેના કરતાં આત્માના For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy