SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃથ્વી આદિની ઉપયોગિતા. (૪ર૧ ) ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી. તત્વાર્થસૂત્રમાં જ્ઞાનિશિરોમણિ ઉમાસ્વાતિવાચક વરાત્રદો લાવાનામ્ એ સૂત્રવડે પરસ્પર જીવોને ઉપગ્રહ હોય છે એમ જણાવી ઉપગ્રહરૂપ કર્તવ્ય કાર્ય એ સ્વફરજથી આદરવા યોગ્ય છે એમ પ્રબોધે છે. ઇરાદો કીવાનામ્ એ સૂત્રનું જેટલું વિવેચન કરીએ તેટલું ન્યૂન છે. પ્રત્યેક મનુષ્ય સ્વક્ષપશમાનુસારે એ સૂત્રનું વિવેચન કરી શકે છે. જેને પરસ્પર ઉપકાર હોય છે. આ સૂત્રનું રહસ્ય આકર્ષવા માટે જેમ તેના ભાવાર્થનું હૃદયમાં ઊંડા ઉતરીને ચિંતવન કરીએ છીએ તેમ તેમાં ઘણે સાર સમાયેલું છે એમ અવબોધાય છે. દુનિયા એક ધર્મશાલામાં એકત્રિત થએલા મુસાફરો સમાન છે. એક જીવે અનેક જીની સાથે સગપણ બાંધ્યાં છે તેથી તે અનેક જીના ન્હાના મેટા અનેક ઉપકારથી ઉપકૃત થએલ હોય છે તેમજ એક જીવે અનેક જીને કઈ પણ અંશે ઉપકાર કરેલો હોય છે. એક જીવની વ્યાવહારિક તથા આધ્યાત્મિકેન્નતિમાં અનેક જીવોની અ૫ અલ્પતર અધિક અધિકતર આસન્ન આસન્નતર આસન્નતમાદિ ભેદે અનેકધા સાહાચ્ય હોય છે. એકેન્દ્રિયથી પંચેન્દિયત્વ પામતાં પરસ્પર અને ઉપકારિત્વ સંબન્ધ ઘટે છે. એક મનુષ્યનું દષ્ટાન્ત અંગીકાર કરીને વિચાર કરવામાં આવે તે વિશેષ પ્રકાશ પડી શકે તેમ છે. એક મનુષ્ય જ્યારથી જનનીના ઉદરમાં ઉપજે છે. ત્યારથી તે આહારાદિ ગ્રહણ કરે છે; માતાના ઉદરમાં ઉત્પન્ન થવાથી અને માતાના પ્રેમથી પોષાયેલો તે માતાના ઉપકાર તળે દબાય છે તેમજ તેની ઉત્પત્તિમાં જનક કારણભૂત હેવાથી તે પિતાના ઉપકારથી ઉપકૃત થાય છે. માતાના પેટમાં વાયુ આદિના ઉપકાર તળે દબાયલ થાય છે. માતાના ઉદરમાંથી બહાર નીકળ્યા પશ્ચાત્ તે પૃથ્વીકાય અપકાય તેજસ્કાય વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાયના પુદ્ગલેને ગ્રહણ કરે છે--માટે તે તે કાયાના જીના ઉપકારને ગ્રહણ કરનાર બની શકે છે. માતાના ઉદરમાંથી બહિર નીકળેલ મનુષ્ય પૃથ્વી પર રમે છે. પૃથ્વી પર શયન કરે છે. પૃથ્વીકાયનાં પુદ્ગલોને ગ્રહણ કરી આહાર રૂપે પરિણુમાવે છે અને તેથી સ્વકીય શરીરની પુષ્ટિ વૃદ્ધિ કરી શકે છે. પૃથ્વીનાં ઘર તે રહેવા માટે બાંધે છે. પૃથ્વીરૂપ ક્ષેત્ર વિના અન્નાદિની ઉત્પત્તિ થતી નથી. પૃથવીરૂપ ક્ષેત્રમાં ઉત્પન્ન થએલ વનસ્પતિ અન્ન વગેરેનું ભક્ષણ કરીને તે જીવી શકે છે માટે મનુષ્યને જન્મથી પૃથ્વીને ઉપકાર ગ્રહણ કર્યા વિના છૂટકે થતું નથી. જન્મેલો મનુષ્ય જલનું પાન કરે છે. જલથી શરીર પુષ્ટિ વૃદ્ધિ કરી શકે છે. અન્ન વિના થોડા દિવસ ચાલે પણ જલ વિના ચાલી શકે તેમ નથી માટે જન્મથી જ જલના ઉપકારતળે મનુષ્ય આવે છે. જનમેલ મનુષ્ય વાયુને ગ્રહણ કર્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકે તેમ નથી. પૃથ્વી જળ કરતાં પણ વાયુને મનુષ્ય વિશેષતઃ ગ્રહણ કરે છે. અતએવ જન્મથી વાયુના ઉપકારતળે મનુષ્ય દટાયેલું હોય છે. દુનિયાના દરેક પ્રાણીઓને વાયુ છવાડે છે. જે બે ઘટિક પર્યત વાયુ જગત્માં બંધ રહે તે સર્વ જીવેનો નાશ થઈ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy