SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir સ્થિરાશયનું મહત્ત્વ. ( ૧૦૧ ) આવી શકતી નથી. જે દેશ વિદ્યાજ્ઞાનમાં આગળ છે તે સર્વ બાબતોની પ્રગતિમાં અગ્રગય હોય છે અથવા થાય છે. અભયકુમારાદિઓએ વિદ્યા જ્ઞાનવડે સ્વાધિકારગ્ય કાર્યમાં વિજય મેળવ્યા હતા. જ્યારે આર્યદેશ વિદ્યાન્નતિમાં સર્વ દેશે કરતાં અગ્રગણ્ય હતો ત્યારે આર્યદેશના મનુષ્યો સર્વ પ્રકારે ઉન્નતદશામાં હતા. આર્યવર્તમાં જે જે ધર્મો સર્વત્ર વ્યાપક થયા હતા તે તે સમયે તે ધર્મના મનુષ્ય વિદ્યાજ્ઞાનમાં પરિપૂર્ણપ્રગતિએ પહોંચ્યા હતા. જ્ઞાનવિના કર્મચગીની પદવી પ્રાપ્ત કરવી એ આકાશકુસુમવત્ અવધવું. જ્ઞાન એ આત્માની વાસ્તવિક શક્તિ છે તેથી મનુષ્ય ત્રણ ભુવનને અધિપતિ બનવાની યેગ્યકાર્ય પ્રવૃત્તિને કરી શકે છે. પર્વીય અને પાશ્ચાત્યદેશીય મનુષ્ય યદા યદા જ્ઞાનમાર્ગમાં પ્રખર વિહાર કરે છે ત્યારે તેઓ આત્મોન્નતિકારક અનેકધા કર્મયગમંત્રતંત્રયંત્રને પ્રાપ્ત કરી વિશ્વના લવ્યાવહારિક ધર્મકર્મસામ્રાજ્યમાં સ્વનામની ખ્યાતિને ચિરંજીવી બનાવી શકે છે. પરસ્પર નાનાદેશીય અનેકધા ધર્મકર્મ પ્રગતિ સમયમાં જ્ઞાનપૂર્વક ગ્રાહ્ય વિચિત્રકરણીય કાર્યોનેપ્રવૃત્તિમાગને માન આપી કર્તવ્યની આવશ્યકતા સ્વીકારી જેઓ ક્ષણમાત્ર પણ પ્રમત્ત બનતા નથી તેઓ વિશ્વબ્રહ્માંડની અમુક વ્યક્તિ અને સમાજ તરીકે સ્વાસ્તિત્વસંરક્ષાકારક પ્રગતિ તથા સ્વજીવનસ્વાતંત્ર્ય વિચારોનું અસ્તિત્વ સંરક્ષાકારકગ્ય પ્રગતિ કરવા શક્તિમાન થાય છે. અએવ સ્વપિંડ જીવનમાં શ્વાસ પ્રાણવ, આવશ્યકજ્ઞાનને અવધી પ્રત્યેક કર્મચગીએ ક્ષણે ક્ષણે અભિનવજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક કર્મગના અધિકારી બનવું જોઈએ. જ્ઞાની વાસ્તવિકરીત્યા કર્મવેગને આચરવા શક્તિમાન થાય છે તેથી કર્મના અધિકારી બનવા માટે જ્ઞાનની પરિપૂર્ણ ઉપયોગિતાનો નિશ્ચય કરી જ્ઞાનીનું પ્રથમ ગ્રહણ કર્યું છે. જે જ્ઞાની હોય છે તે સ્થિરાશયી બની શકે છે. જેના આશયે સ્થિર રહેતા નથી તે ક્ષણિક આશયી કથાય છે. સ્થિર પ્રજ્ઞાવર્ડ સ્થિરાશય કર્યા વિના કદાપિ કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિમાં સ્થિર રહી શકાતું નથી. જેના અસ્થિર આશયો છે તેની પ્રવૃત્તિમાં પણ ક્ષણિકતા તથા અસ્થિરતા રહેવાથી લક્ષ્મીભૂત પ્રારંભિત કાર્યને વચમાંથી ત્યજી દે છે અથવા પ્રારંભિત કાર્યને ત્યાગ કરી અસ્થિરાશયને અન્ય કાર્યની પ્રવૃત્તિ કરીને પુનઃ તેમાંથી પણ ભ્રષ્ટ થઈ અન્ય કાર્ય પ્રારંભી ઉભયતા ભ્રષ્ટદશા સમ સ્વપ્રવૃત્તિને કરે છે. અનેક પ્રકારના સાનુકૂળ વા પ્રતિકૂળ સંગોમાં સ્થિર પ્રજ્ઞાવર્ડ સ્થિરાશય કર્યાવિના ગમે તે પક્ષ પ્રતિ ઢળી જવાનું ગમે તે મનુષ્યને થાય છે. ચેડા મહારાજે યુદ્ધના ચરમભાગ પર્યન્ત સ્વાશયને સ્થિર કર્યો હતેઃ તેથી તેમના ક્ષાત્રકર્મની પ્રશંસા ખરેખર ઈન્દ્રાદિકોએ કરી હતી. મહારાણા પ્રતાપ અને શિવાજીએ સ્વસ્થિરાશયથી છેવટે અતિમ સાધ્યબિન્દુ સિદ્ધ કર્યું હતું. ધન્નાકુમારે અનશનવ્રત પ્રસંગે સ્વપ્રતિજ્ઞાના સ્થિરાશયને સંરક્ય નહિ તેથી તેમને સિદ્ધિની પ્રાપ્તિ ન થતાં તેમણે સ્વર્ગગમન કર્યું હતું. જ્ઞાની હોય તો પણ અમુક કાર્ય કરતાં સ્થિરાશય વિના એક ક્ષણ માત્ર ઉભું રહી શકાય તેમ નથી. સર્વ કાર્ય કરવામાં જે આશયથી સાધ્યબિન્દુ ધાર્યું હોય તે આશયોનું એકસરખી રીતે પ્રવહન થતું હોય છે તે જ કાર્યની સિદ્ધિમાં For Private And Personal use only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy