SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SF અતિશય સ્વરૂપ. શ્રી વર્ધમાન પ્રભુનો ભાવ નિક્ષેપ મંગલરૂપ છે અને તે મંગલકારક છે. જેને ભાવ નિક્ષેપો મંગલરૂપ છે તેના અન્ય શેષ દ્રવ્ય, સ્થાપના અને નામ એ ત્રણ નિક્ષેપ મંગલરૂપ છે. જેને દ્રવ્ય નિક્ષેપ મંગલરૂપ હોય છે તેનો ભાવ નિક્ષેપ મંગલરૂપ બને છે. દરેક વસ્તુના જઘન્યમાં જઘન્ય ચાર નિક્ષેપ તો હોય છે જ. દ્રવ્ય તે કારણ છે અને ભાવ તે કાર્યો છે. દ્રવ્યપ્રણિપાતરૂપ મંગલ, શબ્દદ્વારા કરવાથી ભાવમંગલ કે જે આત્માના ઉપશમાદિ ગુણના આવિર્ભાવરૂપ–તેની પ્રકટતા થાય છે. દ્રવ્ય મંગલ અને ભાવમંગલના પણ અનેક ભેદે છે. નામ અને સ્થાપના મંગલના પણ નિમિત્તાદિયેગે અનેક ભેદો પડે છે. જ્યાં નામ મંગલ હોય છે, ત્યાં સ્થાપના મંગલ દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ પણ સંસ્કૃતિ દ્વારા હોય છે. તીર્થંકરાદિના નામનું મંગલ તો ઉપશમાદિ ભાવ મંગલને સિદ્ધ વ્યકત કરે છે. તીર્થકરના ચાર નિક્ષેપા મંગલરૂપ છે અને તેને નમસ્કારરૂપ મન, વચન અને કાયાનું પ્રણિધાન મંગલરૂપ છે. ભાવપૂર્વક મન, વચન અને કાયાનું નમસ્કારરૂપ મંગલ પ્રણિધાન સર્વથા સર્વદા આદેય છે. ગ્રન્થારંભમાં શ્રી વીર પ્રભુનું મંગલાચરણ કરાવવામાં આવે છે તેનું કારણ એ છે કે જૈનશાસનના સ્થાપક આસન્નપકારી શ્રી વર્ધમાનસ્વામીનું તીર્થ પ્રવર્તે છે, એ પ્રતિ તેમને મહાપકાર છે. અએવ શ્રી વિરપ્રભુનું પ્રસ્થારંભે મંગલ કરવામાં આવે તે યુક્તિયુક્ત સિદ્ધ કરે છે. શ્રી વર્ધમાનપ્રભુને નમસ્કાર કરવાની સાથે તેમના ચાર અતિશય જણાવ્યા છે. જ્ઞાનાતર, વરનાતિરાજ, અviાઘTમાતિરાય ને પૂજ્ઞાતિવાદ તેમાં રાજીવનારાને એ વિશેષણથી અguથાપામનું સૂચવન કરવામાં આવ્યું છે. રાગદ્વેષ એ બે મહાઅપાયરૂપ છે, રાગદ્વેષને સર્વથા નાશ થયા વિના શાનાતરાય પ્રકટતું નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અન્તરાય અને મેહનીય એ ચાર કર્મ છે, તે ખરેખર અTI #પ છે. ઘનઘાતી ચાર કર્મ રૂપ અપાયને અપગમ અર્થાત્ નાશ કરવાથી માથાપામાતિસાર ઉદ્ભવે છે. વાઘજમાતરાથના ઉદ્ભવની સાથે જ્ઞાનાતિરાવ પ્રકટે છે. પરિપૂર્ણ રાગદ્વેષને સર્વથા ક્ષય કરવો એ કંઈ સામાન્ય કાર્ય નથી. રાગદ્વેષને પરિપૂર્ણ ક્ષય થવાથી જ કેવલજ્ઞાન પ્રકટી શકે છે. શ્રી મહાવીર પ્રભુએ દીક્ષાંગીકાર કરીને બાર વર્ષ પર્યન્ત મેહનીય કર્મની સાથે યુદ્ધ કર્યું. શ્રી મહાવીરપ્રભુ છદ્મસ્થાવસ્થામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અપ્રતિબદ્ધપણે વિહાર કરતા હતા. આત્માના ગુણમાં પશમાદિભાવે રમણતા કરીને આત્મસમાધિ સુખમાં ઝીલતા હતા. બાહ્ય અને અન્તરથી નિગ્રંથભાવને ધારણ કરીને આત્માના શુદ્ધ ધ્યાનમાં તલ્લીન બની અને ક્ષપકશ્રેણિ પર આરોહણ કરી, ઘનઘાતી ચાર કર્મનો ક્ષય કરી, ક્ષાયિકભાવે કાલોકપ્રકાશક કેવલજ્ઞાન પામ્યા. આ વિશ્વમાં કેવલજ્ઞાનવડે સર્વ પદાર્થોને સાક્ષાત્ અવેલેકી શકાય છે. સર્વજ્ઞાનમાં શિરોમણિ એવા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યાથી પશ્ચાત્ કઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનું વિશેષ રહેતું નથી. શ્રી વિરપ્રભુને આત્માના અસંખ્ય પ્રદેશોમાં કેવલજ્ઞાન For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy