SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1002
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪૧ બને છે. ચાર અનુગના જ્ઞાનવડે આત્મા અને પરમાત્માની શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. તવશ્રદ્ધા, ધર્મશ્રદ્ધા, દેવગુરૂશ્રદ્ધા આદિ અનેક પ્રકારની શ્રદ્ધાવડે આત્માની ઉન્નતિ કરવી જોઈએ. સદાચાર અને આત્માના ગુણથી અશ્રદ્ધાલુ ભ્રષ્ટ થાય છે માટે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનું સત્કર્મચાગીઓએ આરાધન કરવું જોઈએ. સદાચારોમાં સગુણનો રસ રેડાતાં આત્માની શુદ્ધતા થાય છે, માટે સદાચાર અને સદ્દગુણના શ્રદ્ધાળુ બની કર્તવ્ય કર્મો કરવાં જોઈએ, નિગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ અને એ વંભૂત એ સાતનના સાતસે ભેદ છે, વસ્તુનું યથાર્થવરૂપ અવધવાને સાપેક્ષજ્ઞાનદષ્ટિને નયે કથે છે. અનેકજ્ઞાનદષ્ટિરૂપનથી એક વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ અવધાય છે. સાતનથી એક વસ્તુને સાતપ્રકારે અવધીને તેનું સ્વરૂપકથી શકાય છે તેથી હઠ કદાગ્રહ મિથ્થાબુદ્ધિનો નાશ થાય છે. સર્વનને સાર ધર્માચાર છે. ધર્મક્રિયા છે, ધર્મપ્રવૃત્તિ છે, આત્મચારિત્ર છે. જ્ઞાનપૂર્વક કિયા શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાનપૂર્વક ચારિત્રક્રિયાથી આત્માની પરમવિશુદ્ધિરૂપ પરમાત્મતાની આવિર્ભાવતા થાય છે. જ્ઞાનપૂર્વક ક્રિયાથી ચારિત્રધર્મની વૃદ્ધિ થાય છે. સર્વનને સાર, આત્મચારિત્ર્યની ખીલવણી કરવી એજ છે. આત્મચારિત્ર્યને જે ખીલવે છે તે સર્વનના સારને પ્રાપ્ત કરે છે. સદાચાર ધર્મપ્રવૃત્તિમાં, જ્ઞાન, ધ્યાન સમાધિરૂપચારિત્ર્યમાં સર્વનને સાર આવી જાય છે માટે જેણે આત્મચારિત્ર્ય ખીલવ્યું તેણે સર્વ નો સાર પ્રાપ્ત કર્યો એમ અવધવું. ગૃહસ્થોએ અને સાધુઓએ સર્વનને સાર ઉપર્યુક્ત અવધીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ અષ્ટકર્મને નાશ કરીને કેવળજ્ઞાનાદિ શક્તિને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જોઈએ. નીતિજ્ઞાનદર્શનાદિ ગુણ તે ચાગ્યિ છે. પ્રામાણ્ય, પરેપકાર, નિર્દોષજીવન, જ્ઞાનધ્યાનાદિ ગુણે એજ ચારિત્ર્ય છે. અષ્ટકમવિનાશાથે ગૃહસ્થાઓ અને સાધુ એ વ્યવહારચારિત્ર્યરૂપ સદનુષ્ઠાન સેવીને આનરચારિત્ર્ય ખીલવવું જોઈએ. આત્માના શુદ્ધપગથી આત્માના ગુણે ખીલે છે અને કર્મને નાશ થાય છે. માટે આત્માના ગુણોમાં ઉપયોગ રહે એવા For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy