SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૪) ધાવ્યું હતું. શ્રીમાલ કુલ ભૂષણ જગડુશાહે ભદ્રેશ્વરને ફરતે કોટ બંધાવવામાં લાખો રૂપિયા ખર્ચા હતા. વિક્રમ સંવત્ ૧૩૧૫ તેરસેપરમાં દુષ્કાળ પડયો તે વખતે તેણે હમીરનામના સિંધ દેશના રાજાને ૧૨૦૦૦ બારહજાર અનાજના મુડા આપ્યા. તેણે ઉજજયનીના રાજા મદનવનને ૧૮૦૦૦ અઢાર હજાર અનાજના મૂડા આપ્યા. તેણે દિલ્લીના બાદશાહ મોજઉદિનને ૨૧૦૦૦ એકવિસ હજાર ધાન્યના મૂડા આપ્યા. તેણે કાશીના રાજા પ્રતાપસિંહને ૩ર૦૦૦ બત્રીશ હજાર અનાજના મૂડા આપ્યા. ચક્રવર્તિરાજાની ખ્યાતિ પામેલા કંદહારના રાજાને તેણે ૧૨૦૦૦ બારહજાર અનાજના મૂડા આપ્યા. પાટણના રાજા વિસલદેવને તેણે ૮૦૦૦ આઠ હજાર મૂડી ધાન્યના આપ્યા. તેણે કહ૦૦૦ નવલાખ નવાણું હજાર ધાન્યના મડાઓ આપ્યા. તેણે ૧૧૨ એકસોને બાર દાનશાળાઓ માંડી. તેમાં દરરોજ પાંચ લાખ મનુષ્યો જમતાં હતાં. અરાઢકરડ દામ તેણે યાચકને દુકાળમાં આપ્યા. જગડુશાહે ૧૦૮ એકસો આઠ જૈન દેરાસર અને ત્રણવાર શત્રુંજ્યની સંધપૂર્વક યાત્રા કરી. ભદ્રેશ્વર કચ્છને પૂર્વ કિનારે હતું. હાલ તે નાશ પામ્યું છે. તેનાં કંઇક ખંડેરે રહ્યાં છે. વિશેષ હકીકત માટે જગડુ ચરિત વાંચવું. - સિદ્ધાચલને ઉદ્ધાર કરનાર અબજો રૂપિયાના માલીક સમરાશાહ અને કરમાશાહ થઈ ગયા. તેમના ઘેર અખૂટ લક્ષ્મી હતી. પરદેશમાં દરિયા માર્ગે વહાણ વડે તેઓ વ્યાપાર ખેડતા હતા. કુમારપાલ રાજાના વખતમાં શ્રી હેમચંદ્રાચાર્યે કેટલાક બ્રાહ્મણોને જૈનધર્મને ઉપદેશ આપી જૈન ભોજક તરીકે બનાવ્યા અને તેઓને ગામેગામ શ્રાવકોને સારંગી વગેરેથી જૈનધર્મ અને પ્રભુની સ્તુતિ ગાઈને જૈનધર્મ ફેલાવવાની યોજના કરી. ભેજકો જ્યાં જાય ત્યાં તેઓ For Private And Personal Use Only
SR No.008583
Book TitleJain Dharmani Prachin Arvachin Sthiti
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1914
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy