________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩.
विजापुर श्री शांतिनाथजिन स्तवन. મથુરામાં ખેલ ખેલી આવ્યા-એરાગ. શાંતિ ભર્યા દેખ્યા શાંતિનાથજી હા શ્યામ; ગામ વિજાપુરમાં. ચંદ્રમા સમાન જેની કાન્તિ ઘણી શાલે, લળી લળી ચિત્ત મ્હારૂ લેાલે. હા શ્યામ ગામ૦૧ હસ્તિનાપુર કેરા વાસી, સુખરાશી, શિવરાણી કેરાદે વિલાસી. હા શ્યામ ગામ૦ ૨ વિશ્વસેન તાત કેરા પુત્ર તમે પ્યારા, નહીં મૂ હું નેત્ર થકી ન્યારા. હા શ્યામ ગામ૦ ૩ અચિરા છે માત અને સત્ય શાંતિ દાતા, નાથજી ના દૂર ઘડી થાતા. હા શ્યામ ગામ૦ ૪ હેમ ઇન્દ્ર કેરી પ્રભુ! પ્રાર્થના સ્વીકારા, મ્હારે એક આશરા તમારા. હા શ્યામ ગામ॰ પુ
www.kobatirth.org
For Private And Personal Use Only