SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૯), આનંદ હારા હૃદયમાં, આનંદ મ્હારા નેત્રમાં આનંદ મ્હારા કર્ણમાં, આનંદ મહારા હતમાં આનંદ હારી વાણીમાં, આનંદ મ્હારા વદનમાં; આનંદ સઘળા અજિતમાં, આનંદ સુંદર સદનમાં વસ્તુ તરી. (૨૮?) ગજલ-સોહિની. ધણિઆણી ધણી રાજી થયાં, કાજી બિચારા શું કરે છે, આત્માનું સર્વસ થઈ ગયું, પાજી બિચારા શું કરે ? ગઈ રાણી રાજપલંગ પર, દાસી બીચારી શું કરે ? સાગર વિષે સરિતા ભળી, વચ્ચે ખલાસી શું કરે ? હું જાઉં છું મુજ દેશમાં, દુનિયા અદેખી શું કરે ? શિવ-જીવને સંગમ થયે, નિંદક બિચારા શું કરે ? છે કામ સાચા શૂરનું, વ્યંડળ બિચારા શું કરે ? પ્રભુ ભકિતમાં અતિ પ્યાર છે, જમડા બિચારા શું કરે છે. વાણ થકી પર દેશ છે, વાણી બિચારી શું કરે ? છે સિંહ કેરી ગર્જના, બિલ્લી બિચારી શું કરે ? નથી આત્મ જ્યાં પરમાત્મા છે, આત્મા બિચારે શું કરે? આદિત્યને ઉજાશ છે, ઉલૂક બિચારા શું કરે ? આવી સવારી કાળની, કાયા બિચારી શું કરે ? સન્યાસ સાચે સાંપડ, માયા બિચારી શું કરે ? જે ગર્ભ મુદ્દલમાં નથી, દાયા બિચારી શું કરે ? જન શંઢ પ્રિયતમ પામીને, જાયા બિચારી શું કરે છે For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy