SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) અમારાં દેશી પક્ષીઓ, અમારી દેશી રમણીઓ; અમારા દેશની નદીઓ, અમને વહાલી લાગે છે. અમારા ૫ અમારા દેશના નેતા, મરણથી જે નથી બહીતા; અજિત ભક્તિ એ બાંધવની, અમેને હાલી લાગે છે. અમારા ૬ માતૃભૂમિને. (૨૭૪) કર્મને કરવું હોય તે કરે—એ રાગ. - અમને ઘટમાં એનું ધ્યાન, અમારે સ્વદેશ હિન્દુસ્થાન, અમારા મનમાં એનું માન, અમારા સ્વદેશ હિન્દુસ્થાન-ટેક. હિમાલય ઉત્તરમાં ઓપે, જોગી જતિનું ધામ; વનસ્પતિ ખીલે વિધવિધની, ઉપજાવે આરામ. અમારે-૧ દક્ષિણમાં રામેશ્વર રાજે, સાગર અતિ છલકાય; રામે બાંધી પાજ હતી ત્યાં, મહિમા હજીય મનાય. અમારો-૨ પશ્ચિમમાં શ્રી કૃષ્ણની નગરી, દ્વારામતી સુખધામ; ભારત કેરા રક્ષણ કર્તા, શંભ્યા જ્યાં સુખધામ. અમારે-૩ પૂર્વ વિષે શ્રી જગન્નાથજી, સમેતશિખર સાચ; તીર્થકરના પાદ પદ્મથી, જય વાળે ગિરિ જોય. અમારે-૪ તપવાળા જ્યાં તપ આરાધે, જપતા પ્રભુના જાપ; જોગી જન મનવૃત્તિ સમેટે, આત્મરૂપ થઈ આપ. અમારે–પ પાવન જનની પાવન ભૂમિ, પાવન નદીનાં નીર; કર્મયોગીની કર્મભૂમિ છે, ગાન કરૂં ગંભીર. અમારે-૬ એ દેવીની સેવા માટે, અર્પણુ મુજ તન પ્રાણ; અજિત સૂરિ કર જોડી આપે, માતૃભૂમિને માન. અમારે-૭ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy