SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૦ ). बेपरवाई अमलदारी-(७८) (. અંતકાળ સગું નહિં કોઇનું રેએ રાગ. ). નથી પરવા પિતાના હીંદ દેશનીરે, નથી જાણતા પિતાની કઈ જાત; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારેનથી પરવા પોતાના ધીંગા ધર્મની રે, નથી જાણતા વિચાર કેરી વાત અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે. ૧ બીડી પીવામાં બહુ બહુ પ્રીતીરે, દારૂ પીવામાં પૂરણ તાન; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે; ગુરૂ સંતને કદાપિ નથી સેવતારે, ધન પારકું હર્યાનું સદા ધ્યાન, અમલદાર જાણે આભમાંથી ઉતર્યા. ૨ લાંચ ખાવી હરામીને ગમી ઘણીરે, નથી સગાંના સંગાથે સંપ અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે, એની આંખમાં અમી જરા મળે નહીંરે, આખા પ્રાંતમાં જગાવે કુસંપ, અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે. ૩ મરે ખેડૂત લેક તે ખુશી થકીરે, મરે વેપારી કેરે વેપાર; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે; પૂંખ પાપ હરામની હૈયે ગમીર, ઉંધા કેશ મારવામાં હુંશિયાર અમલદાર જાણે આભમાંથી ઉતર્યા. ૪ પાઠ પૂજન પ્રભુજીનાં કરે નહીરે, કેરે મૂક્યાં છે જપ તપ દાન; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે; જૂઠ જુલમનાં ઝાડ એવાં જાણવાંરે, ભૂલ્યા ભાવ અને ભક્તિ કેરાં ભાન; અમલદાર જાણે આભમાંથી ઉતરે. ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy