SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) ઝકડાણ છું મેહ જાળમાં, માયાધીશ ! કશે ઉદ્ધાર; શકિત હીન છું શકિત આપજે, ઉતરું ભવસાગરની પાર. ૬ પ્રભુ ? તમારી કૃપા રૂપ એ, મહા શકિતને અભિલાષી; હે સ્વામીજી ? અચળ ભાવથી, કરે પ્રદાન હૃદય વાસી ? દુઃખિત જીવના દુઃખ વિનાશક, છે ત્રિતાપ હરવાવાળા મુકુલિત હૃદય કમળને સ્વામી, છે વિકસિત કરવાવાળા પ્રેમભાવના સ્ત્રોત વહાવે, ધર્મ પૂર્ણ અંતઃસ્થળમાં કરતે રહું હું ધ્યાન પ્રભુ પદનું, પ્રેમ પૂર્ણ થઈ પળ પળમાં. ૭. જેના પરિતાપ મટાડે, મહા મનેહર ધારણ દેહ, દેશકાળ અનુકૂળ પ્રગટ પ્રભુ, પ્રાણી માત્ર પર કરતા સ્નેહ, દુષ્ટ ભાવના દૂર કરે છે, તેને સુખ આપો આપ; ધર્મ પ્રચાર વિશ્વમાં કરતા, અને વિલય કરી દ્યો છે પાપ પ્રભુ? સમય તે આવી પહોંચે, ધરે અમારા રહામું ધ્યાન; નાથ? વિલંબન નૈવ કરેછ, ભકતતણા વત્સલ ભગવાન. ૮ શી રીતે હું કરૂં યાચના, પરમ સખ્યને પામ્યાની; શી રીતે કહું વાત આપને, નિજ પરિતાપ મટાવ્યાની; સુંદર માનવ જન્મ સમયેં, કિંતુ ન આપ્યાં શુભકર્મો; હિંસક જીવ સમાન રહું છું, પાળી શકું હું ધર્મ નહી, આત્મ શકિત દઈ નાથ શીવ્ર, સન્માર્ગ હુને બતલાવી દ્યો; નરતનું સાર્થક હાય યથા વિધિ, તે સત્યથી દર્શાવી ઘો. ૯ આશા હારા હૃદયે હતી કે, કરશે શ્રી પ્રભુજી ઉદ્ધાર; શરીર છેડાવા માયામાંથી, કીધા ને વારમવાર; અવધિ વ્યતીત થઈ છે તે પણ, મ્હારી નવ લીધી સંભાળ ત્યાગ ના એ રીત દાસને, દયા કરેને દીન દયાળ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy