SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) સોગે તરફ લક્ષ કે ન વાંચી શકે તે તેઓને જે વિષય ન સમજાય તેમાં તેમને દોષ છે. સ્વ મનુષ્ય લેખનાદિ સત્પત્તિ તે સારા માટે કરે છે, પરંતુ અન્ય વાચનું, શ્રેતાઓનું શુભ થવું વા ન થવું તે તે તેમની દૃષ્ટિપર આધાર રાખે છે. ગુણરાગદષ્ટિએ જે કંઈ વંચાય છે વા વિચારાય છે તેમાં ઘણું સત્ય ગ્રહણું થાય છે. આપણે જેને ખાનગી વિચારો માનીએ છીએ તે વિચારે વસ્તુતઃ ખાનગી નથી, જેને આત્માને સાક્ષાત્કાર થાય છે તેને સર્વ શુભ વિચારને અનુભવ આવે છે. દુનિયામાં જેટલા ધર્મો છે, જેટલાં દર્શને છે તે અમુક દૃષ્ટિએ સત્ય છે. તેમનું સત્ય વિચારવું અને મધ્યસ્થષ્ટિથી સત્ય ગ્રહણું કરવું. પક્ષપાતદષ્ટિથી પુસ્ત વાંચવાથી સત્ય ગ્રહોતું નથી. સત્ય વિચારેને મારી નાખવાની આત્મહત્યા કરનારા ઈર્ષ્યાળુ મનુષ્યો ઉત્તમ પુસ્તક વાંચીને પણ સત્ય લઈ શકતા નથી. હવે જમાનો એવો આવે છે કે દુનિયામાં એજ્ય તરફ લોકોનું લક્ષ્ય બેંચાય છે. આત્મશકિતઓ ખીલવી શકાય તે તરફ દુનિયાના મનુષ્યની દૃષ્ટિ ખેંચાય છે. આત્મસ્વાતંત્ર તરફ લેકોનું લક્ષ્ય ગયું છે. લોકો સત્યના કામી બનવા લાગ્યા છે. લોકો સત્ય વિચારોની કદર કરવા લાગ્યા છે અને નાતજાતને ભેદ રાખ્યા વિના સત્યના ઉપાસક બનવા લાગ્યા છે. તેવા જમાનામાં આવી નોંધ બુકેના વિચારે બહાર પડવાથી વિશ્વની આગળ સત્યને પ્રકાશ કરી શકાય એ બનવા ગ્ય છે. દેવી અજ્ઞાની મનુષ્ય ગમે તેવી અવળી દષ્ટિથી સત્ય વિચારોને મારી નાખવા પ્રયત્ન કરે પણ તેથી સત્ય વિચારો મરી જવાના નથી, પરંતુ ઉલટા તે બમણુ જોરથી અધિકારી જનોમાં પ્રકાશી શકવાના સત્ય વિચારેજ ધર્મરૂપ છે. સત્યમય આત્મા છે, માટે વિવેકી મનુષ્યો સત્યને માનવાના. હવે આધ્યાત્મિક શકિતઓ તરફ લોકોનું લક્ષ્ય ખેંચાયું છે. અધ્યાત્મજ્ઞાનથી જ વિશ્વની ઉન્નતિ થવાની છે અને તેને સમય પાસે આવ્યો છે. હાલમાં અધ્યાત્મજ્ઞાન તરફ વિદ્વાનને રાગ પ્રકટ જાય છે. સર્વ આત્માઓમાં ઐકય જેવું એવા વિચારો જેસથી બહાર આવતા જાય છે. ભેદધર્મ કરતાં અભેદધર્મો પ્રાત લોકોની પ્રિયતા થતી જાય છે. ઉન્નતિકારક વિચારે તરફ વિશ્વમનુષ્યો વળવા લાગ્યા છે, તેવા સમયમાં સત્યને બહાર લાવવા મહાત્માઓ આત્મભોગ આપી પ્રવૃત્તિ કરે એમાં કંઈ આશ્ચર્ય નથી. ગધસંગ્રહમાં ઉપર્યુક્તદષ્ટિના વિચારોની ઝાંખીને વાચકોને અનુભવ થાય એ સ્વાભાવિક છે. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy