SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ વિશ્વભરમાં ફેલાવવાની તમન્ના જેટલી હતી તેટલી યશદા બની ડત તો આજે જન સમાજ જૂદાં જ સ્વરૂપે હત- ભાવિ. આ સંમેલન યશસ્વી થવા બાદ કમીટીઓ નીમી આગળ કામ ચલાવવા ઠયું ને કાર્ય વિવરણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. પણ પરાપૂર્વથી પ્રમાદી ગણાતો જૈન સમાજ પાછે સુષુપ્ત બન્યો ને સુરીજી આ સત્કાર્યના ફળને જોવા ન જ પામ્યા. તે પછી સને ૧૯૨૪ના મે માસની તા. ૨૨-૨૩-૨૪-૨૫ ના દિવસે માં સુરત મુકામે શ્રી જૈન સાહિત્યપરિષદુ ભરાઈ. મુખ્ય મંત્રી શેઠ જીવણચંદ સાકરચંદને અકસ્માત કારણે મુંબઈ જવું પડયું ને પ્રમુખની પસંદગીથી માંડી પરિષદનો તમામ કાર્યભાર રા. પાદરાકરને માથે પડ્યો. ગુરુકૃપાથી ત્રણને બદલે ૪ દિવસ બેઠક મળી. ૪૦૦ જેટલા વિદ્વાને આવ્યા. પ્રમુખ તરીકે કવિશ્વર નાનાલાલ દલપતરામ હતા. અનેક ઠરાવો કરવામાં આવ્યા. ને પાછી જૈન સમાજની સુષુપ્તી હાજર થઈ. આ પરિષદે કરેલા ઠરા પૈકી ભારતવર્ષના તમામ જ્ઞાન ભંડારોના ગ્રંથોની યાદી પ્રસિદધ કરવાનો એક ઠરાવ હતો. આ ઠરાવ શ્રી ગુરુદેવ પેથાપુર હતા, ત્યાં ચર્ચા અને તેઓશ્રીએ અ. જ્ઞા. પ્ર. મંડળના તત્સમયના મુખ્ય કાર્યવાહક પાદરાનિવાસી વકીલ મેહનલાલ હીમચંદભાઈને પ્રેરણા કરી. સુરત પરિષદે ત્રણ મંત્રીઓ નીમ્યા હતા. ઝવેરી જીવણચંદ સાકરચંદ, રા. મણિલાલ મોહનલાલ પાદરાકર, રા. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી સેલીસીટર. - આ કાર્ય માટે સારા પ્રમાણિક વિદ્વાનની અગત્ય પડે જે ગુજરાત-મારવાડ-મેવાડ -લાટ-કછ-રાજપુતાના વગેરે રથળાએ પર્યટન કરે, ભંડારો શેાધે, ગ્રંથની યાદી કરે અને તે સાચી ને શુધ્ધ રીતે. આ માટે ઈડરના વિદ્વાન વકીલ શા. વર્ધમાન સ્વરૂપચંદને પસંદ કરવામાં આવ્યા અને તેમને રોકી ભંડારોના ગ્રંચોની યાદી કરાવવા માંડી. ગુરુદેવ આ બાબતમાં દત્તચિત્ત પાકા પ્રેરક અને કામ શિથિલ ન થાય તે જોતા રહેતા. આમ આ યાદીઓ પ્રકટ થઈ અને આ ગ્રંથ પ્રકાશમાં આવ્યું. આ ગ્રંથમાં ગ્રંથો-તેનાં પ્રાપ્તિસ્થાન-ભંડારો-લખનારનાં અકારવાચક નામો-ભાષા-રચના સંવત, અંદરના વિષયે આદિ ચોકસાઈથી લેવામાં આવ્યા છે. પ્રારંભમાં ગ્રંથપલબ્ધ સ્થાનો, ભંડારો, સંસ્થાઓ (જૈન જૈનેતર) ૮૪૪ છે, તે આપ્યાં છે. તે પછી ચંપલબ્ધ ગ્રામ-સ્થળ સંખ્યા અકારાદિથી આપેલ છે. તે પછી આખી સીરીઝ ગ્રંથમાળાઓ આપેલ છે. પછી ગ્રંથ પ્રકાશક મંડળો આવે છે. પછી સભાએ, સમાજ, સોસાઇટીઓ આપેલ છે. પછી ૮૪ જ્ઞાન ભંડારે ને તેમાં કેટલા ગ્રંથ છે તે આવે છે. અઠવાડિક તથા માસિક જેન પત્રો તથા દિગંબર અઠવાડિક માસિક પત્રો બતાવ્યાં છે. પુસ્તક પ્રકાશન ફડો-વિદ્યા મંદિર- સ્ત્રી થકારો તથા ભાષાંતરકારો-જન પંડિત, જૈન સાહિત્યની શોધખોળ કરી રહેલા આચાર્યો અને મુનિવર્યો, ઈડરનાં ઈતિહાસનાં સાધનો તથા ઈડરમાં થયેલા બે પટધર આચાર્યો શ્રી આણંદવિમળસુરી તથા શ્રી વિજયદેવસુરીનાં જીવન ચરિત્રો શ્રી હીરવિજય સુરીજીના વખતની શાખાએ વિદેશસ્થ વિદ્વાનોની યાદી બાદ અજબ કૃતિઓ તથા ચમત્કારીક અજબ ગ્રંથ તથા તેનાં કર્તાઓ વગેરે પ્રાથમિક યાદીમાં સમાય છે. બાદ મુદ્રિત ગ્રંથ નામાવલિ શરુ થાય છે. આ યાદીમાં ૩૦૩૨ ગ્રંથની યાદી સમાય છે. આ પછી વિદ્વાન ફ્રેન્ચ સંશોધનકાર ડે. ગેરિએ ઈ. સ. ૧૮૧૫ની સાલ સુધીના જૈન ગ્રંથની For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy