SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩ વારસદારો હતા–તેમનાં ચરિત્રો ઉજવલ-ક્રિયા શુધ-આત્મ ચિન્તન નિલેપ-તપશ્ચર્યા અદભુત, ઉપદેશ શૈલી નિડર-નિર્ભેળ, અને કલ્યાણકારી-જીવન સ્વરછ–આદરણીય હતાં. આ જીવનચરિત્રોનો ગ્રંથ એટલી બધી વિપુલ માહિતીથી ભર્યો છે કે તે સાત વાંચો એ પણ એક લહાણ ગણાય. આ ગ્રંથમાં શ્રી સુખસાગર ગુરૂગીતા મુખ્ય છે. લેખકના તેઓ ગુરૂશ્રી હતા. તેમના પર લેખકને અપૂર્વ પૂજ્યભાવ હતો અને ગુરૂને શિષ્ય પર અપૂર્વ વાત્સલ્યભાવ ઉભરાતે હતા. શ્રી સુખસાગર ગુરૂ ગીતામાં સ્વગુરૂને શ્રીમદે ૧૦૫૦ પંકિતઓમાં બિરદાવ્યા છે. ડીક પંકિતઓ જોઈએહે સદગુરો! પગલાં પડયાં હારાં અહો જ્યાં તીર્થ તે હારે સદા. તવ પાદની ધૂલી થકી ન્યાતો રહું ભાવે મુદા. તવ પાદપદ્મ લોટતાં પાપો કર્યા રહેવું નહિ. ચિત્તમાં જે માનીયું તે માન્ય હારે છે સહી–૧ હારી કૃપા ગંગાજલે નિર્મળ સદા મનડું રહે. આ દાસ વણું કાલાં અને ઘેલાં વચન તવ કો કહે. સેવા વિના વાંછા નહિ બીજી કશી તવ આગળ. તવ બાલુડાના બોલની કિમંત ખરી તું તો કળે-૨ આ આર્યભુમિ તે અમારા પ્રાણનો અવતાર છે. આ આર્યભુમિ તો અમારા ધર્મને આધાર છે. આ આર્યભુમિમાં અમારા સગુરૂજી અવતર્યા. ચારિત્રને પાળી ભલું, ઉજવળ વિચારે સંચર્યા–૧૦ આવાં ૧૦૫૦ સુરસભરપંક્તિરૂપી પુષ્પ વડે એમના ગુરૂશ્રીને સંતવ્યા છે. આ ઉપરાંત આ ગ્રંથમાં મહાન પ્રાભાવીક મયાસાગરજી મહારાજ-ઉજવળ ચારિત્ર્યધારક શ્રીમદ્ નેમિસાગરજી મહારાજ-રવિ તે રવિ જ એ ઉપનામને વિરાટ માનવ મહેરામણમાંથી મેળવનાર ક્રિોધ્ધારક તપસ્વી શિરમણ, યતિ-શ્રીપુંજ્યોને ગુજરાત-સૌરાષ્ટ્ર આદિ સ્થળે તેમની મીથ્યાત્વની જડને ઉચ્છેદનાર અને સત કિયા ઉધાર કરનાર શ્રીમદ રવિસાગરજી મહારાજ તથા મહાન ક્રિયા, ચારિત્ર્ય પ્રતિપાલક, સાધુત્વના અવશેષ સમાન ધીર ગંભીર ચારિત્ર્ય ચુડામણી શ્રીમદ્ સુખસાગરજી મહારાજ સાહેબ આ ચારે વિરલ વિભુતીઓનાં ચારિત્રો આ ગ્રંથમાં આપતાં તેમના જૈન સમાજપરના અનંત ઉપકાર, તેમણે કરાવેલાં અનેક ધર્મકાર્યો, કઢાવેલા સંઘે- ઉઝમણાં-ઉદ્યાપને તથા સન્માર્ગે શ્રીમંતેના કરાવેલા દ્રવ્ય વ્યય તથા તત્સમયના સમાજનાં દર્શન કરાવ્યાં છે. શ્રીમદ્ રવિસાગરજી મહારાજનું જ દ્રષ્ટાંત લઈએ તે તેમના સમયમાં તેમને For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy