SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મપ્રકાશ ગ્રંથને અનેક ભજનો-દષ્ટાંતો-શ્લોક અને અવતરણોથી સભર ભર્યો છે. સર્વ દશનના જીજ્ઞાસુ વાચકને સહેજે વાંચો ગમી જાય, એમનાં સિદ્ધાંત ગળે ઉતરી જાય અને જીવનમાં ઉતારવે સુગમ થઈ પડે એ આ ગ્રંથ બને છે. આ ગ્રંથની અપણ પત્રિકા અમદાવાદના દાનવીર પરમ ગુરુભકત સ્વ. શેઠ લલુભાઈ રાયજીને આપવામાં આવી છે, અને બંને આવૃત્તિઓનો માટે ખર્ચ માણસાવાસી ગુરુ, ભકત સ્વ. શેઠ વીરચંદભાઈ કૃષ્ણાજીએ આપ્યો છે. ૨૨. પ્રેમગીતા-ગ્રંથાંક ૧૧૦, પૃષ્ટ સંખ્યા ૫૮ ક સંખ્યા ૭૦૦. રચના સં. ૧૯૭૨ શ્રાવણ સુદ ૫. ભાષા સંસ્કૃત. તબિન્દુ. | (૨) ઈતિહાસ-ઐતિહાસિક રાસમાળા. (૨૪) જૈન ધર્મની પ્રાચીન અર્વાચીન સ્થિતિ. (૨૮) વિજાપુર વૃત્તાંત. (૩૬) ગ૭મતપ્રબંધ. સંઘ પ્રગતિ જેન ગીતા. (૩૯–૪૦-૪૧) જૈન ધાતુ પ્રતિમા લેખસંગ્રહ ભાગ ૧-૨. (૬૪) ગુજરાત વિજાપુર વૃત્તાંત (ડ૬) ૧૦૨. ૧. શ્રી જૈન એ રાસમાળા-થાંક ૨૪. પૃષ્ટ સંખ્યા ૨૬૭. રચના સંવત ૧૯૬૯, ભાષા ગુજરાતી. અમદાવાદના નગરશેઠનાં જીવનચરિત્રે તેમણે બાદશાહ તથા ગાયકવાડની બજાવેલી સેવાઓ તથા તે બદલ તેમણે મેળવેલાં માનઅકરામ જેનો ઉપયોગ તેમણે મહાન જૈનતીર્થોની રક્ષા તથા અહિંસાના પ્રચારાર્થે કરેલ, તેમની જાહોજલાલી કુબવંશ વિસ્તાર વિગેરેથી અજ્ઞાત હાલની પ્રજાને આ રાસા ખૂબ ઉપયોગી નિવડશે. ઉપરાંત આ રાસમાળામાં નગરશેઠ કુટુંબના મૂળ પુરુષ શેઠ શાંતિદાસનો રાસ, વિસ્તારથી પ્રતા મેળવી આપ્યો છે. જે પ્રત અમદાવાદના શેઠ રાજાભાઈ મેહનલાલ પાસેથી મેળવી છે. પૂર્વે થઈ ગયેલા મહાન સુજ્ઞ-મુનીજનોના રાસ આ ગ્રંથમાં સુંદર રીતે આપ્યા છે, જે અન્યત્ર સાંપડતા નથી. આ રામાં શ્રી સત્યવિજય, શ્રી કપુરવિજય, શ્રી ક્ષમાવિજય, શ્રી. જિનવિજય, શ્રી ઉત્તમવિજય, આટલા રાસો પાદરાવાળા વકીલ મેહનલાલ હીમચંદના ખાનગી ગૃહ-ભંડારમાંથી મેળવીને આપ્યા છે. શ્રી પદ્મવિજય રાસની નકલ પણ તેમણે જ આપી છે. શ્રી લફિમસાગર સુરી તથા શ્રી નેમિસાગર સુરિ તથા શ્રી વિજયદેવ સુરિ (સ્વાધ્યાય) ની હસ્ત લિખિત પ્રતો શ્રી બુદ્ધિસાગરસુરીશ્વર પાસેથી મળી છે. શ્રી વિજયાનંદ સુરિ તથા શ્રી કલ્યાણવિજય ગણિ રાસની પ્રત ભાવનગરના શેઠ કુંવરજી આણંદજી પાસેથી મેળવેલી. આમ આ બધા રાસા મુળ કાયમ રાખી તેના પર જાણવાજોગ ટીકાટપણ-સુધારા તેમ જ તેમાં આવતા પ્રાચીન શો પારિભાષિક શબ્દો અને બીજા કઠીન શબ્દોના અર્થોને કેષ ગ્રંથના છેવટે મહા પ્રયાસ કરી અક્ષરાનુકમમાં આપેલ છે. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy