SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ રાગમાં રચાયું છે. તેમની કાવ્યશકિત પ્રશંસાને પાત્ર છે. તેમના ઘણા વિચાર વીસમી સદીને અનુસરતા હેઈ, જાણે કોઈ સુધારક કવિની આકૃતિ હોય એમ જણાઈ આવે છે. કાવ્ય ઘણું મોટું હોવાથી અને તેમાં ઘણીઘણી ઉપયોગી શિક્ષાઓ સમાયેલી હોવાથી, ઘણા ઉતારા અત્રે આપી શકાય તેમ નથી. બીજરૂપ ગોટલે, સંગથી ઉત્પત્તિ, પાણીસિંચન, પ્રકાશ ને હવા વડે વૃધિ, ઊંડાં મૂળ, પ્રાણપુષ્ટિ, સ્કંધ,ડાળ ડાળીએ, કાઠિન્ય ને કોમળતા; આત્મરક્ષણ શકિત, સહનતા, મંજરી, મૈર, કેરીનું ઉપજવું, પાકવું સાખ થવી, વણસવું, આમ્રરસ, વગેરે બાબતો લઈ તેમાંથી અનેક જાતના નૈતિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય ઉપદેશ, પોતાની ભારે તર્કશકિતના બળે ખોળી કાઢયા છે. રાજાઓ, રાજ્યના અધિકારીએ, ક્ષત્રિય, બ્રાહ્મણે, વૈશ્ય, શુદ્રો, ધર્મગુરુઓ, સાધુઓ. સ્ત્રીઓ, વકતાઓ અને લેખકના સંબંધમાં જે જે કહે વાયું છે તે આકર્ષક ને મનન કરવા ગ્ય છે.” (બ) રાષ્ટ્રગીત ( શ્રીમદ્ જેમ સૃષ્ટિસૌંદર્યના મહાન ઉપાષક હતા તેમ અટલ રાષ્ટ્રભક્ત પણ હતા. તેમનું સ્વદેશાભિમાન ઘણા ઉરચ પ્રકારનું હતું. તેમનાં સ્વદેશભક્તિનાં કાવ્યો અત્યંત મનોવેધક અને માતૃભૂમિના પ્રેમથી નીતરતાં છે. આર્યભૂમિને તેઓ અન્ય દેશો કરતાં ઉચ્ચ પદ આપે છે, અને તેમાં એ ગુજરાતને તો તેઓશ્રી હૃદયના ભક્તિભાવથી અપનાવી લે છે. નર્મદાશંકર કે ખબરદારનાં જેવાં ભકિતભરપૂર સ્તવન ગુર્જરી માટે તેઓશ્રીએ ગાયાં છે. ભજનપદ સંગ્રહ ભા. ૯ આખે દેશભકિતના માટે રેકેલો છે, તેમનાં બધાં કાવ્યો દેશભકિતના જ્વલંત નમૂનારૂપ છે. તેમના હૃદયમાં સ્વદેશપ્રેમ ઊછળી રહ્યો હતો, અને સ્વભૂમિની મુકિત માટે ઝૂઝવું વા કાયદાભંગ કરે તેને તેઓ રાજદ્રોહ નહોતા માનતા, છતાં હિંસાના તેઓશ્રી વિરોધી હતા. અહિંસારૂપી શસ્ત્રમાં અને ખાદીમાં તેમને શ્રદ્ધા હતી. આના સમર્થનમાં તેમનું વિસ્તૃત લખાણ અને તવિષયને લગતાં કાવ્યો મોજૂદ છે. સંસારનો ત્યાગ કરનાર મનુષ્ય પણ માતૃભૂમિનો ત્યાગ કરી શકતો નથી. માતૃભૂમિનો ઉપકાર અત્યંત છે. જે કારણ માટે ઉદરમાં નિવાસસ્થાન આપવા માટે આપણે જનનીને ઉપકાર માનીએ છીએ તે જ–તેવા જ કારણ માટે જન્મથી મૃત્યુ પર્યત નિવાસસ્થાન આપવા બદલ આપણે જન્મભૂમિના ઋણી છીએ. તેથી તેના પર પ્રીતિ રાખવી એ મેહ નથી પણ ફરજ છે–ગુને કિંચિત બદલે છે. જન્મભૂમિનું અભિમાન ન રાખનાર દેશદ્રોહી છે, એ તેમને મત હતો. આર્યભૂમિ વિષે “કમોગ” પૃષ્ઠ ૨૪૨ પર તેઓ લખે છે કે, “અધ્યાત્મ જ્ઞાનવડે આત્મોન્નતિના પરિપૂર્ણ શિખરે પહોંચવાની કોઈ ઉત્તમમાં ઉત્તમ શાંત ને સર્વ પ્રકારે નૈસર્ગિક નિવૃત્તિ જીવન ગાળવા યોગ્ય ભૂમિ હોય તો તે આર્યાવર્તની છે. આર્યાવર્તની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુઓ રેણુઓ રહ્યાં હોય છે, તે અન્ય ભૂમિમાં નથી.” ભજન પદ સંગ્રહ, ભા. ૯ ના વકતવ્યમાં તેઓશ્રી લખે છે કે, “આર્યાવર્તની પરતંત્રતાથી અન્ય ખંડદેશને હાનિ છે. આર્ય–ભારતહિંદ પોતે સ્વતંત્ર રાજ્યથી અન્ય ખંડદેશોને શાંતિ, સુખ, સ્વતંત્રતામાં સહાયક બની શકે તેમ છે, અને અધર્યું યુધ્ધને શમાવવા માટે ગુરુ તરીકેનું શિક્ષણ આપી શકે તેમ છે. ” વકતવ્ય પૃ. ૧૪ પર તેમણે કહ્યું છે કે, “પશુબળના પ્રયોગથી અન્ય દેશની પ્રજાઓને ગુલામ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy