SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir રેખારૂપે ચિત્રણ છે; છતાં ભાવનાઓની સમાનતા અજબ જેવી છે. શ્રીમદ્ આગળ ચાલે છે – એવાં બાળ અવનિતળમાં શહેનશાહથી જ મેટાં, યોગી જેવાં જગત વિલસે અજ્ઞતા ફકત ધારે; અજ્ઞાની એ તદપિ સુખમાં સર્વાથી આગળ છે, હસતાં પુષ્પ ખરે જ્યમ મોતી, હાસ્ય મધુરું સુહાતું રે: સર્વ બ્રહ્માંડની સો લીલા. કરતુ દિલ જણાતું. અજ્ઞાની છતાં સુખમાં સર્વશ્રેષ્ઠ, દિલમાં બ્રહ્માંડાની લીલા કરતું બાલક બ્રાની નજીક છે, એમ શ્રીમદ્ કલ્પના કરે છે. તેઓ આવું કંઈ ગાય છે ત્યારે મહાકવિ વર્ડઝવર્થ ( Wordsworth ) એક બાલિકાને સંબોધતા નજર સમક્ષ આવે છે: Dear child ! dear Girl ! That walkest with-me here, If thou appear untouched by solemn thought, The nature is not therefore less divine, Thou liest in Abraham's bosom all the year, And worshipp'st at the Temple's inner shrine, God being with thee, when we know it not. શ્રીમદ્દનું સૃષ્ટિસૌંદર્યનું બીજું લાંબું કાવ્ય તે “ભારત સહકાર શિક્ષણ.” સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય ”માં જે નૈસર્ગિકતા જણાય છે તે આમાં નથી, એમ કહેવું પડશે. રૂપાળાં શબ્દચિત્રોને જથ્થો કે સૃષ્ટિનું રમણિય દર્શન આમાં નથી. આમાં તો ઉપદેશના થરો ખડકાયેલા છે. શ્રીમદ્ના ભિન્ન ભિન્ન વિષયો પરના વિચારે અવગત થાય છે. તેઓએ આ પુસ્તકમાં મહાન આદર્શો ખડા કર્યા છે. સામાજિક અને નૈતિક, વ્યાવહારિક અને આધ્યાત્મિક, તેમ જ રાજકીય બાબત ચર્ચતી વખતે આપણને લાગે કે, “ભારત સહકાર શિક્ષણ” એટલે થોમસ મૂર ( Thomas Moore ) નું બીજું “યુટોપિયા.” સાક્ષર શ્રી હરગેવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળાના નીચેના શબ્દોમાં જ આ પુસ્તકનું રહસ્ય સાવી જાય છે “ ગાંઠિયા તાવના ઉપદ્રવને લીધે તેમને જે ખેતદમાં બે માસ નિવાસ કરવો પડશે હતું, ત્યાંના આંબાવાડિયા ઉપરથી આ કાવ્ય રચવાને તેમને વિચાર થયો. આંબાને ઉ~ક્ષીને તેમણે વિવિધ પ્રકારનો ઉપદેશ કર્યો. ભાષા સરળ ને શુધ્ધ છે. કાવ્ય અનેક છંદ અને ૧. મારી સાથે ચાલતા વહાલા બાળક ! દિય બાલિકા ! ગહન વિચારથી જે કે તું અસ્કૃષ્ટ જણાય છે. તો પણ તારો સ્વભાવ ઓછો દેવી નથી. સારા વર્ષભર તું પ્રભુના હૃદયમાં વસે છે, અને પ્રભુ તારી પાસે જ હોવાથી, અમે ન જાણી શકીએ તેમ હૃદયમંદિરના અંદરના ગભારામાં તું પૂજન કરે છે. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy