SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org ૧૯ હથેાટી કાીપર સરસ રીતે એડી હતી એમ કહેતાં અચકામણ થતી નથી. શ્રીમદ્નાં સહસ્ત્રાવધિ પદે આમ સ્ત્રથી ૨ગાયેલાં છે ત્યારે ઘણાં પદ્મ તત્ત્વજ્ઞાનથી લચી પડે છે. કેટલાંક ભજના તે એટલાં તત્ત્વ ભરપૂર છે, કે કવિતા તેમાંથી અલેપ થઇ જતી ભાસે છે અને કાવ્યના સ્નિગ્ધ પ્રદેશને બદલે તત્ત્વના રણમાં વિચરતા હાઇએ તેવુ લાગે છે. છતાં માટે ભાગે તેએ તત્ત્વજ્ઞાન અને કવિત્વના સુમેળ સાધી શકયા છે, અને આજ કારણે તેમનું તત્ત્વજ્ઞાન તેમની કાવ્યકલાને બાધક નીવડતું નથી. કેટલાક કહે છે કે તત્ત્વજ્ઞાન હેાવાના કારણે કાવ્યમાં કવિત્વ હાય જ નડિ, પણ આ એકાંત માન્યતા ભ્રમમૂલક છે. ભાષાને કાઇ પણ વિષયનું આલંબન તે જોઇએજ, કેાઈ પ્રેમ, કુદરત, આદિ પર કાવ્યેા લખે, તેા કાઇ તત્ત્વજ્ઞાનને કવિતામાં ઉતારે. વિષય યા વસ્તુ પર કવિત્વશકિત અવલંબતી નથી. તેની પરીક્ષા, કાવ્યમાં કવિતાના ગુણ છે કે નહિ, તે ઉપરથી કરવાની છે, નહિ કે તેણે કયા વિષય ચર્ચ્યા છે તે પરથી. આથી શ્રીમનાં કાવ્યે તત્ત્વ ભરપૂર હોવા છતાં તેમની શૈલી કવિતા તરીકે સ્વીકારવાની આપણને ફરજ પાડે છે. મહાન્ વિવેચક વીલીયમ હેન્લી હડસન (William Henry Hudson) પેાતાના “સાહિત્યાધ્યયન પ્રવેશિકા' (Introduction to the Study of Literature) માં લખે છે કે “કોઇ કવિ કાવ્યના રૂપમાં તત્ત્વજ્ઞાન અર્પે તેથી આપણને તેની સાથે વાંધા ન હેાય. આપણે તેનો પાસે એવું માગીએ કે તેનું તત્વજ્ઞાન કલ્પના અને લાગણીથી પરિવર્તિત થઇ ગએલું હાય, સુંદર રીતે પેશ કરેલ હોય, સાચા કવિત્વમાં વ્યકત કરેલુ. હાય અને વાંચતી વખતે તાત્વિક સત્યનો નિરૂપણશૈલી અને માત્ર ગદ્યાત્મક સૂત્રેાના ભેદ આપણે સૂક્ષ્મ રીતે સમજી શકીએ, આ શરતા પૂર્ણ કરવામાં આવે તે પછી તે શિક્ષક હાય, ઉપદેશક હાય, છતાં આપણે તેને સત્કારીશું, કારણ કે તેના હાથમાં જીવન ને આચારનાં સત્યા, વધુ સત્ય અને મૂલ્ય પ્રાપ્ત કરશે, એમ આપણે જાણીએ છીએ. ” Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્દનું તત્ત્વજ્ઞાન કવિત્વની છટાથી વ્યકત કરેલું હોઇ કાવ્ય તરીકે તેની કિંમત ઓછી આંકી શકાય તેમ નથી. ઉલટુ તેમાં જીવનના મહાપ્રશ્નાની મીસાંસા અને ઉકેલ કરેલાં હોવાથી તેનું મૂલ્ય વધે છે; કારણ કે આ પ્રકારની શકિત ઉપર જ કાવ્યની ઉત્તમતા અવલ બેછે. કાર્લાઇલ (Carlyle) ના શબ્દોમાં કહીએ તે તેના ગૂઢ તત્વવેત્તા ન હોય, એવા કોઇ પણ મનુષ્ય હજી સુધી મેાટા કવિ થયા નથી.” કવિ જો તત્ત્વિક્ ન હોય તેા મનુષ્યજીવનના અનુભવના અગમ્ય કાયડા તે શી રીતે ઉકેલી શકે ? માનવીના હૃદયમાં પેસી તેની ખળતી અભિલાષાઓ શી રીતે એળખી શકે ? સામાન્ય જણાતી વસ્તુમાંથી અંતગત સૌ ંદર્યાંનુ શેાધન કરી શી રીતે પીરસી શકે ? કવિમાં તત્ત્વજ્ઞાન આવશ્યક છે. શ્રી બુદ્ધિસાગર આવા તત્ત્વજ્ઞાની કવિ હતા. તેમનાં તત્ત્વભરપૂર કાવ્યેા પણ કલ્પના અને લાગણીઓથી અંકિત થએલાં છે. નીચેના કાવ્યમાં લાગણીની ભરતી આવી છે એમ કહીએ તે ચાલી શકે હંસા કોઇ રે જણાવા જોગીડા જી, આ દેહદેવળમાં રહેનાર રે, હંસા માયાના મુલકના મેાલે જી, એની શુદ્ધિ કાઇ કરનાર રે,-હુંસા For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy