SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તીક્ષણ બુદ્ધિવાળા બુદ્ધિસાગરે ગોર” શબ્દમાંથી ગેરછની મહત્તા વધે તે નવીન અર્થ કાની નાની શી કવિતા રચી કાઢો: વસમાંહી વૃત નહિ આયા, સ્વાદ નહિ કો જાનત હૈ, સુરદાનવ જન કોટી મલે, તોભી નહિ ઘતરસ પીછાનત હૈ. મીઠા રસમેં ગોર બખા, શાસ્ત્ર વચન પ્રમાણુત ગોર સંગ કબુ ઘત મીલત તબ, મિષ્ટ ભોજન બનાવત હૈ. ગોર, ઘી સમ ગોરજી જાણે, ઉત્તમ નામ ધરાવત હૈ, ઈસ ભવમેં શુભ કાર્ય કરતા વડ, પરલોકન સુખ પાવત હૈ. છ રસમાં ઘીને રસ આવતો નથી, ઘીને કણબી વગેરે લેકે પ્રાકૃતમાં ‘જી ” કહે છે, અને ગોળને ૨–ળ” ના એક્ય-સામ્યથી ગોર કહેવામાં આવે છે. ગોર અને જી શબ્દ મળી “ ગોરજી ” થાય છે. તે મિષ્ટાન્ન ભેજનની પેઠે પ્રિય શ્રેષ્ઠ છે. જેમ મિષ્ટાન્ન પ્રિય છે તેમ ગોરજી પણ એવા પ્રિય ઉત્તમ છે. તે આ લોકમાં પરમાર્થનાં કાર્યો કરીને આવતા ભવમાં દેવલોકમાં જાય છે. તે (૨) સાહિત્યજીવનના ઘડતરની અન્ય કારણ સામગ્રી | ગદ્યપદ્ય સાહિત્યનો બીજરૂપે આ રીતે આવિર્ભાવ થઈ ચૂક્યો હતો. વાચનરૂપી વારિસિંચન થવાથી ફણગો ફૂટયો અને તેને ઉત્તરોત્તર વિકાસ થવા લાગ્યો. એક પાસથી જૈન સાધુઓના સમાગમથી બુદ્ધિસાગરજીની જ્ઞાનપિપાસા વધતી ચાલી. તેના સમક્ષ અન્ય સાહિત્યનો સમસ્ત ભંડાર ખુલે થયે, બીજી પાસ તેમણે સંસ્કૃતનો અભ્યાસ કરવા માંડ્યા, કાવ્ય અને તર્ક-ન્યાયને અભ્યાસ કરતાં સંસ્કૃત સાહિત્યની અણમોલ ખૂબીઓ તેમને સમજાવા માંડી. સાથે સાથે ગુજરાતી સાહિત્યનાં ઉત્તમોત્તમ પુસ્તકની વરણી કરી તેને અભ્યાસ શરૂ કર્યો. લગભગ આજ આરસામાં ગુજર સાહિત્યના યુગપ્રવર્તક ગોવર્ધનરામના “સરસ્વતીચંદ્ર' દેખા દઈ, ગુજરાતીઓની રસિકતામાં જુવાળ આણ્યો. કલાપીના મીઠા મોહક અંતલપી કેકાએ સૌનાં દિલવિહવળ કર્યા. આ બે સમર્થ લેખકેની છાપ આપણુ યુવાન કવિ પર સજજડ પડી, વળી આ જ સમયે તેમના જીવનમાં થનાર મહાપરિવતને તેમના હૃદયમાં તુમુલ યુદ્ધ જગાવ્યું. “લગ્ન કે બ્રહ્મચર્ય ? સંસાર કે ત્યાગ?” આ મહા પ્રકન તેમના હૃદયને મુંઝવતો હતો. સંસારનું વશીકરણ એક પાસે લેભવતું હતું, તે ત્યાગની ભવ્યતા અને આત્મપ્રભુનો અવાજ તેને બીજી પાસ લલચાવતાં હતાં. અંતરમાં ભવ્ય સમરાંગણ મચ્યા બાદ વિજય તે ત્યાગભાવનાએ જ મેળવ્યો પણ આ પ્રસંગે તેમના ચિત્તને ચલાયમાન કરવાને અસમર્થ હતા, અને તેના ભાવિ પરિપાકમાંથી અનેક કા જમ્યાં, ગદ્ય અને પદ્ય બન્નેએ મૂર્ત સ્વરૂપ ધારણ કરી તેમનું સાહિત્યજીવન રચ્યું. પ્રથમ ગ્રંથ એ પણ એક આશ્ચર્યની વાત છે કે જેનું જીવન કવિ તરીકે ખાસ પ્રકાશમાં આવ્યું. ૩ અપ્રસિદ્ધ આત્મકથામાંથી For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy