SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખળખળ મધુરા શબ્દથી, મોજાં વિષે તું ડોલતી, નવરંગ તરંગે નાચતી, ભમરા જ મળે ધારતી. | ( સી. ગુ. શિ. કા. પૃ. ૫- ૬ ) રાત્રિ સામે સાબરમતી ૫૨, ચંદ્ર તારા ઝગમગે, સાબરમતી યશપુજના બનીને અડે તે તગમગે. | (સા. ગુ. શિ. કા. પૂ. ૬૨ ) સમરત વાતાવરણ જ્યાં કવિત્વમય છે, ત્યાં અહોનિશ ખેલનારા બાળક પ્રતિભાશાળી કવિ થાય તેમાં શું આશ્ચર્ય ! એ તદન સત્ય છે કે જન્મસમય અને બાયા સંસ્કાર મનુષ્યના હૃદયને ઉત્તમ, અધમ કે સામાન્ય બનાવે છે, અને જીવનના આ અતિચંચળ સમયે દેવાયલા પુટ કદી ઓસરતા નથી. ભાવનામય પ્રદેશના સુસંગે શ્રી મદ્રના હદયને ભાવના–ભરપુર બનાવ્યું, અને જે કવિત્વશક્તિ પાછળથી અનેકના ધન્યવાદને પાત્ર થઈ તેના અંકુર તેમાંથી પ્રગટયા. આ ઉપરાંત શ્રીમદની રસિક વૃત્તિને પિષણ આપવામાં સ્થળે રથને ફરતા બાવાનાં ભજન, ભરથરીનાં લેકગીતો, અને માણભટ્ટની કથાઓએ મહત્ત્વનો ભાવ ભજવ્યો છે. કબીરનાં ભજને સાથે હરીફાઈમાં ઊતરી શકે તેવાં ભજનો, મીરાંની કાફીઓ સાથે સ્પર્ધા કરી શકે તેવી કાફી તથા શ્રી આનંદઘનજીના સ્વાનુભવને ટકકર મારે તેવાં આધ્યાત્મિક પદે રચવામાં શ્રીમદે જે કુશળતા બતાવી છે, તે તેમના નાનપણનાં ભજનો આદિ પ્રત્યેનો અત્યંત પ્રેમ અને પ્રેરણાને આભારી છે. વાત્મકથામાં તેઓશ્રી લખે છે કે –“ અમારા માઢમાં બાવાઓ, ભક્તો આવતા. તેઓ ધર્મની વાર્તાઓ કહેતા હતા. તે સાંભળતાં રસ પડતા હતો....... ....માણભટ્ટ પુરાણીઓ રાત્રે આઠ વાગ્યે જ્યારે મહાભારતની કથા કહેતા હતા અને રાગરાગણીઓથી પાંચ પાંડવોની અને કૌરની કથા લલકારતા હતા ત્યારે મને બહુ રસ પડતું હતું, અને અથથી ઇતિ પર્યત પાંડવો વગેરેની વાતો સાંભળતા હતા. મહાભા રતની કથામાં મને અર્જુન અને ધર્મરાજાનું ચરિત્ર બહુ પસંદ પડતું હતું. કુષ્ણની વાત આવતી હતી, પણ કૃષ્ણ કપટ કરીને અભિમન્યુને મરાવી નાખ્યો તથા બીજાં પણ કપટ કર્યા હતાં, તે મને રુચતાં ન હતાં. તેથી સવારમાં હું રામનું નામ દેતો હતો..........ઘણી વાર મુસલ માનની ધર્મવાર્તાઓ સાંભળવાનો પ્રસંગ મળતો હતો; અને ખુદાની વાત આવતી ત્યારે ખુદાનાં દર્શન કરવાને મારું મન તલપાપડ થઈ જતું........અમારા માઢમાં પ્રભુભજન ગાનારા રાવળિયાઓ આવતા. તેમનાં ભજને એકચિત્તથી સાંભળતો હતો. મીરાંબાઈનાં ભજનો અને તેમના જીવનની વાત સાંભળીને, મીરાંબાઈ જેવા ભક્ત થવાનું મનમાં ગમતું હતું. ભરથરી ૧. અમો સધ. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy