SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાવસ્થામાં માબાપના મુખેથી શ્રવણ કરેલ રામાયણ-મહાભારતની શૂરાતનભરી ધાર્મિક કથાઓએ તેમના બાલજીવનને પ્રેરણાના અમી પાઈ ઉત્સાહપૂર્ણ અને ચેતનવંતુ બનાવ્યું હતું, જ્યારે કુદરતના ઉછરંગમાં ખેલવાનું સૌભાગ્ય સૃષ્ટિસૌંદર્યથી વીટળાયેલ પ્રદેશમાં જન્મ થવાથી અનાયાસે જ પ્રાપ્ત થયું હતું. સાબરમતીના જળમાં છબછબિયાં કરતાં, વાંઘાં અને કોતરકંદરાઓમાં ફરતાં, રેતના ઢગલાઓ ઉપર આળોટતાં, પક્ષીઓના કલરવ સુણતાં, લીલાં વૃક્ષોની આમલી પીપળી ખેલતાં, તેમના હૃદય પર અપૂર્વ છાપ પડી હતી. કવિસ્વભાવને અનુકૂળ આ વાતાવરણ તેમના રસિક આત્માને બહલાવવામાં સંપૂર્ણ સફળ થયું હતું. તેમનાં કાવ્યોમાં સ્થળે સ્થળે નિસગપ્રેમ દગોચર થાય છે. નિખાલસતા, સરળતા, કુદરતમાંથી કાવ્યામૃતસત્ર ખેંચવાની તાકાત, અને મસ્તી, જે તેમના સારાએ જીવનને આવરી રહ્યાં હતાં, અને જે તેમના સમસ્ત સાહિત્યમાં મુખ્યત્વે પ્રત્યક્ષ થાય છે તેનો સંભવ પણ સાબરમતીનાં કલેલમય આંદોલનમાંથી જ થયેલે. શ્રીમદ નાનાં નાનાં શબ્દચિત્ર દ્વારા સાબરમતી અને તેની સુરમ્યતાનું આખું દશ્ય “ સાબરમતીગણશિક્ષણકાવ્ય ” માં ખડું કરી દે છે. તેમના ચિત્ત પર પડેલી ભવ્ય છાપ કેટલી અસરકારક અને ઉગ્ર હશે તેનું, શૈશવકીડાની સમાપ્તિ પછી વર્ષો બાદ લખાયલી, નીચેની પંકિતઓ જવલંત દૃષ્ટાંત છે?— સાબરમતીના કાંઠડે, વૃક્ષો ઉપર વાનર રમે, ક્રીડા કરે બહુ જાતની, ભક્ષણ કરી ફળને ભમે. મસ્તી દુકાહુક કૂદીને કરતાં રહે પાણી પીએ, નિર્ભયપણાથી મહાલતાં, માનવ થકી એના બીએ, x ઊંચા ઘણા છે ટેકરા. નીચાંજ આધાં બહ ખરે. વર્ષ સમે લીલી મહી, સાડી મઝાની શુભ ધરે; રહકે મયૂર જોશથી, પડઘા પડે તેના અહો ! બહુ વલિઓ ને કંદથી શોભા ધરે જોઈ લહે ! | (સા. ગુ. શિ. કા. પૃ ૧૨૮-૮) ગાયો ભેસ પ્રિય મન વડે ઘાસ કાંઠે ચરે ગોવાળિયા વિવિધ રમતો બેસી કાંઠે રમે છે; શબ્દો સડા વિહગ વદતું કદી ઊડી ભમે છે, આધારને લઈ જલચરો શર્મક્રીડા કરે છે. | (સા. ગુ. શિ. કા. પૃ. ૩) For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy