SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir સારગ્રાહી જીવનદષ્ટિ ૨૭૫ વલસાડમાં તેઓના આત્માને શાન્તિ મળી પણ હવે શુભ પ્રવૃત્તિઓ ખૂબ વધી પડી હતીઃ ને પ્રવૃત્તિઓની પાછળ આવતી નાની મોટી પારાયણો કેટલીક વાર માનસરોવરના આ હંસને અકળાવી નાખતી. તા. ૧૮-૧-૧૨ ની નંધમાં તેઓ લખે છેઃ હાલમાં રાતના વખતમાં ધ્યાન સમાધિનો અભ્યાસ સેવવાથી સહજ સુખનો અનુભવ થાય છે. ભકતોનું આગમન અને ઔપદેશિક પ્રવૃત્તિથી સમાધિના ઊંડા પ્રદેશમાં ઉતરવાનો સખત અભ્યાસ થઈ શકતો નથી, પારમાર્થિક કાર્યોમાં પ્રવૃત્તિ કરવાનું કામ અણધાર્યું આવી પડે છે. શુભ પ્રવૃત્તિ સર્વથા છોડવાનો હજી નિશ્ચય કરાયો નથી. શુભપ્રવૃત્તિઃ૫ ધર્મ વ્યવહાર કાર્યો કરવામાં નિર્લેપતા અંતરથી રાખવી એવો પ્રયત હાલ વિશેષતઃ કરાય છે. પાનથી પીઠિકા દ્રઢ કરવાનું કાર્ય હજી ચાલે છે. ધ્યાન કરતાં કરતાં મન વિશ્રામ પામવાથી સમાધિનો અનુભવ થાય છે.” અને પછી કેટલાક જેઓ કેવળ નિષ્ક્રિય બની જાય છે, તેઓને સૂચના આપતાં લખે છેઃ ધર્મક્રિયામાર્ગથી ભ્રષ્ટ થઈને નિકિય પોતાને માની બેસવાથી કંઈ યેગી થઈ શકાતું નથી. ધર્મક્રિયામાર્ગમાં પ્રવૃત્તિ કરવાથી યોગસમાધિમાં છેવટે પ્રવેશ કરી શકાય છે. પારમાર્થિક શુભ કાર્યોની પ્રવૃત્તિ તજીને જેઓ યોગસમાધિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેઓ કદી સ્વ–પરની ઉન્નતિ કરવા શકિતમાન થતાં નથી.” | વલસાડથી બીલીમોરા આવ્યા. “વલસાડની પેઠે બીલીમોરાના શ્રાવકો પણ ભાવિક દેખાયા.” બીલીમેરામાં જૈન ધર્મની વિશ્વવ્યાપકતા પર ભાષણ આપ્યું. ત્યાંથી અમલસાડનાં આંબાવડિયાં વીધી પારસીઓના ધામ રૂપ નવસારીમાં આવ્યા. આ શહેરમાં જ હિંદના દાદાભાઈ નવરોજી તથા જગતના શાહ સોદાગર જમશેદજી તાતા પાકેલા છે. પૂર્ણા નદીને કાંઠે આ સુંદર શહેર છે. અહીં બે દિવસ રહી દેવદર્શન તથા ઉપદેશ આપી પારડી આવ્યા. અહીંથી માઘ સુદ દશમના રોજ સૂરતમાં પ્રવેશ કર્યો. સૂરતમાં બારેક દિવસ સ્થિરતા કરી રોજ ભિન્ન ભિન્ન વિષયો પર વ્યાખ્યાન આપ્યાં. સૂરતમાં તેઓએ સર્વ સંધાડાના સાધુઓના ઐક્ય માટે સં. ૧૯૬૭ માં સાધુમંડળ સ્થાપ્યું હતું, પણ તે વિકસે તે પહેલાં મૃત્યુને આધીન બન્યું. શેઠ જીવણચંદ આદિ ભક્તોની સુભકિત પામી, તેઓએ અલબેલા સૂરતથી છેલ્લી વાર માઘ વદ ૭ના દિવસે વિહાર કર્યો. શહેરાના પોકળ આડંબરે ને શાબ્દિક ભપકાવાળા જીવનમાં ફરી આ મસ્ત યોગી પ્રવેશે તે અશક્ય હતું. સમાધિની શાન્તિનાં સ્વપ્ન એને આવતાં હતા, ગુફાવાસના વિચારો આવતા હતા. સૂરતથી સૂરતીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા, તેઓને દેવ-ગુરુની સાચી સેવાને બોધ આપી આગળ વધ્યા. કતારગામથી સાયણ આવ્યા. અહીં વર આદિ દેહની ઉપાધિમાં પડી ગયેલા માણેકચંદજી તપસી નામના સ્થાનકવાસી મુનિ મળ્યા. ગામમાં સ્થાનકવાસી એક પણ ઘર ન હોવાથી મુનિની પૂરતી દેખરેખ કે વૈયાવચ થતી નહોતી. એક જૈન સાધુની-પછી તે For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy